શેરબજારમાં ફરી તેજી

બજેટ પહેલા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ ૭૨,000 અને નિફ્ટી ૨૧,૮00થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે. આઈટી શેર અને બેંક શેરમાં ઉછાળાને કારણે શેરબજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.

બજેટ પહેલા શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારની પણ આજે સારી શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ ૭૨,૦૦૦ અને નિફ્ટી ૨૧,૮૦૦થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે.

શેર બજારમાં તેજી સાથે સેન્સેક્સ ૧૬૨ પોઈન્ટ વધીને ૭૨,૧૦૪ પર, નિફ્ટી ૫૯ પોઈન્ટ વધીને ૨૧,૭૯૬ પર તો બેન્ક નિફ્ટી ૨૦૫ પોઈન્ટ વધીને ૪૫,૬૪૭ પર ટ્રેડ કરી રહ્યો છે.

માર્કેટમાં આઈટી સેક્ટરમાં સૌથી વધુ ખરીદી નોંધાઈ રહી છે. આ ઉપરાંત ફાર્મા અને મેટલ સેક્ટરમાંથી પણ ટેકો મળી રહ્યો છે. નિફ્ટીમાં ટાટા મોટર્સના શેર્સ ટોપ ગેઇનર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *