ગુજરાતમાં આજનું હવામાન

ગુજરાત રાજ્યના સૌથી ઠંડા ગણાવા નલિયામાં એકાએક ઠંડીનો પારો પાંચ ડિગ્રી જેટલો ઉચકાયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રીથી સીધું ૧૩.૮ ડિગ્રી પહોંચી ગયું હતું.

Today Weather | આજનું હવામાન : નલિયામાં ઠંડીનો પારો 5 ડિગ્રી જેટલો ઉચકાયો, ઉત્તર ભારત ધુમ્મસના લપેટામાં

ગુજરાતમાં શિયાળો પોતાની ચરમ સીમાએ પહોંચી ગયો છે. જોકે, સોમવારે ગુજરાતમાં ઠંડીમાં નજીવો ઘટાડો થયો હતો. રાજ્યના સૌથી ઠંડા ગણાવા નલિયામાં એકાએક ઠંડીનો પારો પાંચ ડિગ્રી જેટલો ઉચકાયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રીથી સીધું ૧૩.૮ ડિગ્રી પહોંચી ગયું હતું. આમ ગુજરાતમાં સોમવારે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, આજના હવામાનમાં ઉત્તર ભારતમાં ઠંડીની વાત કરીએ તો મંગળવારે સવારથી દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ખૂબ જ ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગલન પણ ખૂબ જ ઝડપી છે.

આજનું હવામાન : નલિયામાં પાંચ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું, ગાંધીનગર ઠંડુગાર

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. જોકે ગાંધીનગરમાં ૧૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા પાટનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. નલિયાની વાત કરીએ તો નલિયામાં રવિવારના ૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું. જોકે સોમવારે ૧૩.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ નલિયામાં આશરે ૫ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. સોમવારે આખા દિવસ દરમિયાન ૧૧ ડિગ્રીથી લઈને ૧૯ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું.

આજનું હવામાન : સોમવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેર મહત્તમ લઘુત્તમ
અમદાવાદ 29.4 13.9
ડીસા 28.6 14.0
ગાંધીનગર 28.9 11.0
વલ્લભ વિદ્યાનગર 28.5 16.8
વડોદરા 30.6 13.2
સુરત 30.8 16.7
વલસાડ 32.6 14.0
દમણ 28.8 16.0
ભુજ 30.4 17.2
નલિયા 28.6 13.8
કંડલા પોર્ટ 28.1 15.0
કંડલા એરપોર્ટ 29.6 15.7
ભાવનગર 27.4 17.0
દ્વારકા 26.2 18.5
ઓખા 28.1 19.0
પોરબંદર 30.6 14.0
રાજકોટ 30.9 15.2
વેરાવળ 31.6 18.5
દીવ 30.5 13.5
સુરેન્દ્રનગર 29.3 16.2
મહુવા 31.4 15.2

આજનું હવામાન : હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગ IMD એ આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસો સુધી હવામાન એવું જ રહેશે, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર-પશ્ચિમ ભારતના અન્ય ઘણા રાજ્યોમાં ઠંડી ચાલુ રહેવાની સંભાવના છે. જોકે, યુપીમાં લોકોને ઠંડીથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીની સ્થિતિ એવી હતી કે લોકો પોતાને ગરમ રાખવા માટે વિવિધ સ્થળોએ બોનફાયર સળગાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *