લાલુપ્રસાદ યાદવ આજે ED સમક્ષ હાજર રહેશે , આવતીકાલે તેજસ્વી યાદવ ED દ્વારા બોલવામાં આવ્યા છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને UPAની સરકારમાં રેલ મંત્રી રહી ચૂકેલ લાલુ પ્રસાદ યાદવની આજે ED આકરી પૂછપરછ કરવા જઈ રહી છે. ૧૯ જાન્યુઆરીએ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવને પૂછપરછ માટે ED તરફ થી ફરી સમન્સ પાઠવામાં આવ્યું હતું. લાલુ પ્રસાદ યાદવને આજે ED સમક્ષ હાજર રહેવું પડશે. આ પૂછપરછ લેન્ડ ફોર જોબ મામલે થવા જઈ રહી છે. આવતીકાલ ૩૦ જાન્યુઆરી લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહાર રાજ્યમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી રહી ચૂકેલ તેજસ્વી યાદવની પણ પૂછપરછ કરવામાં આવશે.
લાલુ પ્રસાદ યાદવ ચારા ઘોટાલામાં પણ આરોપી રહી ચૂકેલ છે. લાલુ પ્રસાદ યાદવ જ્યારે UPAની સરકારમાં રેલ મંત્રી હતા આ સમગ્ર વિષય તે સમયનો છે. ED લેન્ડ ફોર જોબ મામલે ૯ જાન્યુઆરીએ રેલવેમાં નોકરી માટે જમીનથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જ સીટમાં લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને પુત્રી હેમા યાદવનું પણ નામ છે.