બજેટ ૨૦૨૪ : ૧ ફેબ્રુઆરીએ નિર્મલા સીતારામન ઘણા રેકોર્ડ તોડશે

બજેટ ૨૦૨૪ નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું છઠ્ઠું બજેટ હશે. આ સાથે તેઓ સતત ૫ પૂર્ણ બજેટ અને ૧ ઇન્ટરિમ બજેટ રજૂ કરનાર પૂર્વ નાણા મંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ૨૦૨૪ ની જાહેરાત કરશે: બજેટ ૨૦૨૪ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સંસદમા રજૂ કરશે, આ તેમનું સતત છઠ્ઠું બજેટ હશે. આ સાથે તેના નામે ઘણા રેકોર્ડ પણ બનશે. તેઓ સળંગ ૫ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરવાના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરશે. તમને જણાવી દઇયે કે, નિર્મલા સીતારામન ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન છે, જેમણે જુલાઈ 2019થી પાંચ સંપૂર્ણ બજેટ રજૂ કર્યા છે અને 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે.

બજેટ ૨૦૨૪ : નિર્મલા સીતારામન નવા રેકોર્ડ બનાવશે

નિર્મલા સીતારામન ૧ ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ ૨૦૨૪ રજૂ કરવાની સાથે, આ સાથે જ તેઓ મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહા જેવા ભૂતપૂર્વ નાણામંત્રીઓના રેકોર્ડને પાછળ છોડી દેશે. ઉપરોક્ત નાણાં મંત્રીઓએ સતત 5 બજેટ રજૂ કર્યા હતા. નાણા પ્રધાન તરીકે, દેસાઈએ ૧૯૫૯-૧૯૬૪ વચ્ચે ૫ વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ૧ ફેબ્રુઆરીએ રજૂ થનાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વચગાળાના બજેટ પર મતદાન કરવામાં આવશે. આનાથી સરકારને એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ બાદ નવી સરકાર આવે ત્યાં સુધી અમુક બાબતો પર ખર્ચ કરવાનો અધિકાર મળશે.

Budget 2024 | Budget 2024 Nimrla Sitharaman | interim budget 2024 | India budget fact | nimrla sitharaman budget 2024

જુલાઇમાં રજૂ થશે સંપૂર્ણ બજેટ ૨૦૨૪ 

આગામી દિવસોમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી હોવાથી સીતારામનના વચગાળાના બજેટ ૨૦૨૪ માં કોઈ મોટા નીતિગત ફેરફારોની કોઈ શક્યતા નથી. નાણામંત્રીએ ગયા મહિને એક કાર્યક્રમમાં ઇન્ટરિમ બજેટમાં કોઈ ‘મોટી જાહેરાત’ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ સામાન્ય ચૂંટણી પહેલા માત્ર વોટ ઓન એકાઉન્ટ હશે. સંસદમાં પસાર થયા પછી વોટ ઓન એકાઉન્ટ સરકારને એપ્રિલ-જુલાઈ સમયગાળા માટેના ખર્ચને પહોંચી વળવા માટે દેશના કુલ ભંડોળમાંથી થોડાક નાણાં ઉપાડવાની મંજૂરી આપશે. સામાન્ય ચૂંટણી બાદ જૂનની આસપાસ નવી સરકાર રચાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, નવી સરકાર દ્વારા આગામી જુલાઈમાં 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ થશે.

સામાન્ય રીતે, વચગાળાના બજેટમાં મોટી નીતિગત જાહેરાતો હોતી નથી, પરંતુ અર્થતંત્ર સામેના પ્રશ્નોનો સામનો કરવા માટે જરૂરી એવા પગલાં લેવાથી સરકાર પર કોઈ પ્રતિબંધ નથી. ૨૦૧૪ માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી, અરુણ જેટલીએ નાણા મંત્રાલયનો હવાલો સંભાળ્યો અને ૨૦૧૪-૧૫ થી ૨૦૧૮-૧૯ સુધી સતત ૫ બજેટ રજૂ કર્યા. વર્ષ ૨૦૧૭ માં સરકારે બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસને બદલે તારીખે રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે ૨૮ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની પરંપરાનો અંત આવ્યો હતો.

ગત વચગાળાના બજેટમાં શું થયું હતું? 

જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળતા પીયૂષ ગોયલે ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પીયુષ ગોયલે પગારદાર કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કર્યું હતું. ઉપરાંત, જે કરદાતાઓની વાર્ષિક કરપાત્ર આવક રૂ. ૫ લાખથી વધુ નથી, તેમના માટે કર મુક્તિ રૂ. ૨,૫૦૦ થી વધારીને રૂ. ૧૨,૫૦૦ કરવામાં આવી છે.

નિર્મલા સીતારામન બજેટ રજૂ કરનાર બીજા મહિલા

મોદી સરકારે ૨૦૧૯ ની સામાન્ય ચૂંટણી પછી તેના બીજા કાર્યકાળમાં નિર્મલા સીતારામનને નાણા વિભાગની જવાબદારી સોંપી હતી. બજેટ રજૂ કરનાર ઈન્દિરા ગાંધી પછી તેઓ બીજા મહિલા છે. ઈન્દિરા ગાંધીએ નાણાકીય વર્ષ ૧૯૭૦ – ૭૧ નું બજેટ રજૂ કર્યું હતું. તે વર્ષે, સીતારામને બજેટ દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાતા પરંપરાગત ‘બ્રિફકેસ’ને દૂર કર્યું અને તેના સ્થાને રાષ્ટ્રીય પ્રતીક ધરાવતું ‘બહી-ખાતા’નો અમલ કર્યો. ભારત ૨૦૨૭ – ૨૮ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલર અને ૨૦૪૭ સુધીમાં ૩૦ ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *