ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ!

ઝારખંડના સીએમ હેમંત સોરેન અનટ્રેસેબલ.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સવારે ૦૭:૦૦ વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં સોરેનના ઘર સહિત ૩ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. EDની ટીમને અહીં સોરેન મળ્યા ન હતા, પરંતુ જતી વખતે EDની ટીમે દિલ્હી સ્થિત ઘરેથી ૩૬ લાખ કેશ અને તેમની BMW કારને જપ્ત કરી લીધી હતી. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી કાર હરિયાણાના નંબરની છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મંગળવારે અંદાજિત ૪૦ કલાક બાદ રાંચી પહોંચી ગયા છે. તેઓ અચાનક દિલ્હીથી ગાયબ થઈ ગયા હતા. ED કથિત જમીન કૌભાંડ કેસથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે. ED અત્યાર સુધી ૧૦ સમન્સ જાહેર કરી ચૂક્યું છે. ચર્ચા છે કે, ED, હેમંતની ધરપકડ કરી શકે છે. તેનીથી બચવા માટે સોરેન કાયદાકીય રસ્તાઓ શોધી રહ્યા છે અને અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે, ભાજપે આ મામલે ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતૃત્વ વાળી સરકારને ઘેરવાનું શરૂ કરું દીધું છે ત્યાં સુધી કે હેમંતના ગાયબ થવાના પોસ્ટર શેર કર્યા અને ઈનામની પણ જાહેરાત કરી દીધી હતી.

કેટલીક કલાકો સુધી ગાયબ રહ્યા બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ આટલા કલાક સુધી ક્યાં ગાયબ હતા? જેના પર તેમણે કહ્યું કે, તમારા દિલમાં હતો, પછી શું તકલીફ છે. કોઈને તકલીફ છે? શું સવાલ છે, તેનો શું મતલબ છે?

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર EDની કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારે આજે JMMના ધારાસભ્યોની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં તેમની પત્ની કલ્પના સોરેન પણ હાજર રહી. સૂત્રોના અનુસાર, જો મુખ્યમંત્રી સોરેનની ધરપકડ થશે તો તેમની પત્ની રાજ્યની આગામી મુખ્યમંત્રી બની શકે છે. મહત્વનું છે કે, ૩૧ જાન્યુઆરીએ ED મુખ્યમંત્રી સોરેનની પૂછપરછ કરશે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી સ્થિત આવાસ પર EDની તપાસ થયા બાદ ઉભી થયેલી રાજકીય સ્થિતિને ધ્યાને રાખતા રાજ્યના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે આજે મુલાકાત કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. પોલીસ અધિકારી અજય કુમાર સિંહે જણાવ્યું હતું કે, કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્યભરમાં મોટા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે અને ૭,000 વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.

હેમંત સોરેનને ૩૧ જાન્યુઆરીએ ED સમક્ષ રજૂ થવાનું છે EDની પૂછપરછ પહેલા હેમંતના સાથી ધારાસભ્યોની સાથે આગળના ઘટનાક્રમમાં વાતચીત કરી રહ્યા છે હેમંત ધારાસભ્યોની સલાહ પણ લઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હેમંત આગામી વિકલ્પ શોધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *