આજથી સંસદનું બજેટ સત્ર થશે શરૂ, બંને ગૃહની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ કરશે સંબોધિત
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થશે. સંસદની શરૂઆત થતા પહેલા બંને ગૃહમાં આયોજિત સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સંબોધિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારામન આવતી કાલે સરકારનું અંતિમ બજેટ ગૃહમાં રજૂ કરશે. આ સત્ર આવતા મહિનાની ૯ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પહેલા સરકાર બંને ગૃહમાં યોગ્ય રીતે સંસદ સત્ર ચાલી શકે તે માટે સર્વદળના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષી કહ્યું હતું કે, સરકારના નિયમ અનુસાર દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. આ સાથે બંને ગૃહમાં યોગ્ય રીતે સત્ર ચાલે તે માટે વિપક્ષદળ સરકારને સહયોગ કરવા અને ગૃહમાં પોસ્ટરો ન લાવવા માટે આગ્રહ વ્યક્ત કર્યો હતો.