હેકર્સે ભારતીય વાયુસેનાની સિસ્ટરને હેક કરવાનો પ્રયાસ કર્યો

હેકર્સે ભારતીય વાયુસેનાની સિસ્ટમ પર સાયબર અટેક કરવાનો પ્રયાસ કર્યો છે. આ એક માલવેર હુમલો હતો પણ સારી વાત તો એ છે કે વાયુસેનાનો કોઈ પણ ડેટા ગાયબ થયો નથી.

કેટલાક હેકર્સે હાલમાં ભારતીય વાયુસેનાનાં ઈંટર્નર કમ્પ્યૂટર સિસ્ટમને હેક કરવાનો પર્યાસ કર્યો. તેમનો લક્ષ્ય વાયુસેનાનાં સેંસિટિવ ગુપ્ત ડેટાને ચોરી કરવાનો હતો. જો કે હેકર્સનો આ હુમલો અસફળ રહ્યો. સાયબર અટેક કરનારા હુમલાખોરોની માહિતી નથી મળી શકી. તેઓ IAFનાં ઈન્ટરનલ કમ્પ્યૂટર સિસ્ટમને ટારગેટ કરવા ઈચ્છતાં હતાં. જો કે એરફોર્સની હાઈટેક સિક્યોરિટી સિસ્ટમને લીધે હેકર્સનો આ પ્લાન નિષ્ફળ રહ્યો.

હેકર્સે ગૂગલની પ્રોગ્રામિંગ લેંગ્વેંજની મદદથી બનાવવામાં આવેલ ઓપન-સોર્સ માલવેરથી આ સાયબર અટેક કર્યો હતો. જો કે વાયુસેનાની જરૂરી માહિતી એટલે કે ડેટા ચોરી થયો નથી. અમેરિકાની એક સાયબર થ્રેટ ઈંટેલિજેંસ કંપની Cyble છે. તેને ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ નાં ગો સ્ટીલર માલવેરનો વેરિયંટ પ્રાપ્ત થયો હતો. આ માલવેર ગિટહબ પર સાર્વજનિકરૂપે હાજર હતો. તેણે જ ભારતીય વાયુસેનાનાં કમ્પ્યૂટર્સને ટારગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલો ક્યારે કરવામાં આવ્યો હતો.

સાયબર અટેકર્સનો ઉદેશ્ય ભારતીય વાયુસેનાનાં સૈન્યકર્મીઓને Su-૩૦ MKI મલ્ટીરોલ ફાઈટર જેટનાં ખરીદનાં નામે ફસાવવાનો હતો.  હેકર્સે ગતવર્ષે સપ્ટેમ્બરમાં વાયુસેનાનાં ૧૨ ફાઈટર જેટ્સની ખરીદીનાં ઓર્ડરની મદદથી રિમોટલી-કંટ્રોલ્ટ ટોઝન અટેક પ્લાન કર્યો હતો. તેમણે Su-૩૦_Aircraft Procurementનાં નામથી ZIP ફાઈલ બનાવી. આ બાદ તેને વાયુસેનાનાં કમ્પ્યૂટજ્ઞસ પર મોકલવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *