આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસીની ગાંગુલીની જન્મજયંતિ છે. હાલ બાંગ્લાદેશમાં આવેલા ઢાકામાં ૩ ફેબ્રુઆરી, ૧૯૦૯ માં જન્મેલા સુહાસિની ગાંગુલીનો એક માત્ર સપનું હતું ભારતની આઝાદી.દિવસ દરમિયાન એક શિક્ષિકા બનીને રહેતા સુહાસિની ગાંગુલી ક્રાંતિકારીઓમાં સુહાસિની દીદી તરીકે જાણીતા હતા. વર્ષ ૧૯૪૨ ના આંદોલનમાં અંગ્રેજોઓ તેમને જેલમાં કેદ કર્યા અને વર્ષ ૧૯૪૫ માં મુક્ત થયા હતા. તેમનું અવસાન ૨૩ માર્ચ, ૧૯૬૫ માં થયુ હતુ.
વર્ષ ૧૦૮૮ માં આજના દિવસે પ્રથમ પરમાણુ સબમરીન (INS ચક્ર) ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી.
પ્રખ્યાત વ્યક્તિઓ અને સેલિબ્રિટીની વાત કરીયે તો રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, રાખી સાવંત, રીમા લાગુ, વહીદા રહેમાન, દીપ્તિ નવલનો આજે બર્થ ડે છે.
પાકિસ્તાન નામ આપનાર ચૌધરી રહમત અલીનું વર્ષ ૧૯૫૧ માં આજના દિવસે અવસાન થયુ હતુ.
૩ ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ
1760 – સદાશિવ રાવ ભાઉના નેતૃત્વમાં મરાઠા સેનાએ ઉદગીરના યુદ્ધમાં નિઝામને ખરાબ રીતે પરાજીત કર્યો હતો.
1815 – વિશ્વની પ્રથમ ચીઝ ઉત્પાદન ફેક્ટરી સ્વિટ્ઝર્લૅન્ડમાં ખોલવામાં આવી હતી.
1916 – બનારસ હિન્દુ યુનિવર્સિટીની શરૂઆત.
1925 – ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક સંચાલિત ટ્રેન સેવા મુંબઈથી કુર્લા વચ્ચે શરૂ થઈ.
1934 – પ્રથમ વખત એરોપ્લેનમાંથી પાર્સલ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ. તેને શરૂ કરનાર કંપની આજે લુફ્થાન્સા તરીકે ઓળખાય છે.
2003 – ભારતે ઉઝબેકિસ્તાન સાથે આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી.
2005-ભારતીય મૂળના પ્રથમ સાંસદ દલીપ સિંહ સોંદને સમ્માનિત કરવા માટે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં લાવવામાં આવેલ બિલને સામાન્ય મંતવ્ય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
2007 – ચીને એક મલ્ટીપર્પઝ નેવિગેશન સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મૂક્યો છે. ઈરાકની રાજધાની બગદાદના એક માર્કેટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 135 લોકોના મોત થયા છે.
ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારતીય કંપનીનો 11 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર મળી આવ્યો હતો.
2009 – ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગરીબી નાબૂદી માટે એક નવી ફોર્મ્યુલા બનાવી. ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ IPLની ટીમ રાજસ્થાન રોયલ્સમાં હિસ્સો ખરીદ્યો છે. GAIL India Limited અને IFFCO એ કુદરતી ગેસના ક્ષેત્ર સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા.
2012 – સાત ભારતીય અમેરિકનોએ ‘ઇન્ટરનેશનલ સાયન્સ ટેલેન્ટ સર્ચ’ના 40 ફાઇનલિસ્ટની યાદીમાં સ્થાન મેળવ્યું. યુનાઇટેડ સ્ટેટ્સમાં હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે તે સૌથી પ્રતિષ્ઠિત વિજ્ઞાન અને ગણિત સ્પર્ધા છે.
2018-ભારત ચોથી વખત અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા બન્યું.