વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી પાંચ ફેબ્રુઆરી સુધી એટલે કે ૩ દિવસ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ થવા જઈ રહ્યો છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીની વાપસી થઈ રહી છે. ઉત્તર ભારતમાં દિવસના સમયે તાપ રહેવાના કારણે લોકોને રાહત મળી રહે છે. જોકે આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી ૫ ફેબ્રુઆરી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ વરસાદ થશે.
પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરી રાજસ્થાન, ઉત્તરી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને સબ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ન્યૂનતમ તાપમાન ૬ થી ૧૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. આજે સૌથી ઓછુ તાપમાન હરિયાણાના કરનાલમાં ૫.૪ ડિગ્રી સેલ્સિય રહ્યું.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ૩ અને ૪ ફેબ્રુઆરીએ હલકાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે. ૫ ફેબ્રુઆરીએ પણ છુટા છવાયા વરસાદનું એલર્ટ છે. તેના ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાનમાં ૩ અને ૪ ફેબ્રુઆરીએ વરસાદ થવાની સંભાવના છે. તેના ઉપરાંત આ રાજ્યોમાં બરફના કરા પણ પડવાની આગાહી છે.
યુપીમાં પણ ચાર અને પાંચ ફેબ્રુઆરીએ વરસાદ અને બરફના કરા પડવાની ચેતાવણી આપવામાં આવી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચાર ફેબ્રુઆરીએ પણ ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ ૪૦ કિમી પ્રતિ કલાકની રફ્તારથી પવન ફુકાશે.
પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં પાંચ અને છ ફેબ્રુઆરીએ ખૂબ જ ધુમ્મસ જોવા મળી શકે છે. ઓડિશા, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ, ત્રિપુરામાં ચાર અને પાંચ ફેબ્રુઆરીએ ધુમ્મસ જોવા મળશે. ત્યાં જ હિમાચલ પ્રદેશમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કોલ્ડ ડેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઠંડીને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે હવે આવનાર દિવસોમાં ઠંડી ઓછી થશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આવનાર દિવસોમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીથી વધારે થવાનું છે. તેના ઉપરાંત, પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં આવનાર બે દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.