આવતીકાલ સુધી તમામ સેવાઓ બંધ.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દેશના કરોડો ટેક્સપેયર્સને માહિતી આપી છે કે, ત્રણ દિવસ સુધી ઇન્કમ ટેક્સ વિભાગની ઈ-ફાઇલિંગ પોર્ટલ પર સર્વિસ નહીં મળી શકે. ૩ થી ૫ ફેબ્રુઆરી વચ્ચે પોર્ટલને મેઈન્ટેનન્સના કારણે બંધ કરી દેવાયું છે. જેના કારણે ટેક્સપેયર્સ માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કોઈ સર્વિસ ઉપલબ્ધ નહીં થાય.
પોતાના સત્તાવાર X હેન્ડલ પર અપડેટ કરતા ઇન્કમ ટેક્સ વિભાગે માહિતી આપી છે કે, મેઈન્ટેનન્સના કારણે ટેક્સપેયર્સ ઈ-ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ ૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ના બપોરે ૦૨:૦૦ વાગ્યાી ૫ ફેબ્રુઆરી સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી નહીં કરી શકે. તેવામાં ટેક્સપેયર્સ પોતાના કામનું પ્લાનિંગ એ હિસાબથી જ કરે.
ઇન્કમ ટેક્સ વિભાગે આંકલન વર્ષ ૨૦૨૪-૨૫ના ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ ૨, ૩ અને ૫ ને સૂચિત કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આ ફોર્મ્સની સૂચના જારી કરી છે. જ્યારે ITR ફોર્મ ૧ અને ૬ વિભાગ દ્વારા પહેલાથી જ સૂચિત કરાઈ ચૂક્યું છે.
પચાસ લાખ રૂપિયાથી ઓછી આવક વાળા વ્યક્તિઓ માટે આઈટીઆર ફોર્મ-૧ ને ડિસેમ્બર ૨૦૨૩ માં સૂચિત કરાયું હતું. ત્યારે કંપનીઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આઈટીઆર ફોર્મ-૬ સૂચિત કરાયું હતું. ધ્યાન આપવાની વાત એ છે કે CBDT દર વર્ષે નવું આઈટીઆર ફોર્મ જાહેર કરે છે. જેમાં ટેક્સપેયર્સને પોતાની ઇન્કમના સોર્સને લઈને ડિડક્શન સહિતના ટ્રાન્જેક્શન અંગે માહિતી આપવી પડશે.