લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે આ બેઠકમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવારોના નામને લઈ ચર્ચા કરવામાં આવશે.
લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તેમજ નામ જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે. ભાજપ દ્વારા ૨૬ લોકસભા સીટો પર તો કાર્યાલયો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ મીટીંગોનો દોર શરૂ થયો છે. હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્લીમાં મંથન થશે. ૯ ફેબ્રુઆરીએ દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસની સ્કિનિંગ કમિટીની બેઠક મળશે. બેઠકમાં સ્કિનિંગ કમિટીના સભ્યો, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતા હાજર રહેશે. તેમજ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોના નામને લઈ ચર્ચા થશે.
ગુજરાત મુલાકાતે આવેલા કેઝરીવાલે આગામી લોકસભાની ચૂ્ંટણી ૨૦૨૪ ને લઈ ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે જાહેર કરતા ત્યાં હાજર રહેલ લોકોએ આનંદની લાગણી સાથે આ નિર્ણયને વધાવ્યો હતો.