ગુજરાત: ત્રણ દિવસ રહેશે ઠંડીનો ચમકારો; હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી

રાજ્યમાં  વાતાવરણમાં ફરીથી આવ્યો છે અને  આજથી સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યો છે. અમદાવાદમાં તો બુધવારે રાતથી જ ઠંડા પવનો ફૂંકાવવાનો શરૂ થઇ ગયો છે. ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે.  તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં ત્રણ દિવસ તાપમાન નીચું જવાની સાથે પવન પણ ફૂંકાશે. જોકે, માવઠાની જરા પણ શક્યતા નથી. પરંતુ રાજ્યમાં અતિ ઘાટા વાદળો છવાય તેવી શક્યતા છે.
 
૮ અને ૯ ફેબ્રુઆરીએ કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વધારે ઘાટા વાદળો જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને રાજકોટના કોઇ કોઇ ભાગોની સાથે મોરબી, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ છે.
૯ અને ૧૦ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળશે. આ સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારોમાં જેવાકે, છોટાઉદેપુર, રાજપીપળા, ડાંગ જિલ્લો હોય કે સુરત, વલસાડ અને વાપી જેવા વિસ્તારો સાથે ભરૂચ અને મધ્ય ગુજરાતના અમદાવાદ અને ભાલ વિસ્તારોમાં ૮, ૯ અને ૧૦ તારીખે અલગ અલગ વિસ્તારોમાં ઘાટા વાદળો રહેશે.
૧૦ ફેબ્રુઆરી સુધી પવનની ગતિ સામાન્ય કરતા વધવાની છે. જેથી ૧૨ થી લઇને ૧૫ નો પવન જોવા મળી શકે છે. પવનની દિશા ખાસ કરીને ઉત્તર અને ઉત્તર પૂર્વની જ રહેવાની છે. જેના કારણે રાજ્યનું તાપમાનમાં ઘટાડો થશે. આજથી રાજ્યમાં  લઘુત્તમ અને મહત્તમ તાપમાન નીચું આવી શકે છે. જેના કારણે ૮ થી ૧૦ તારીખ સુધીમાં ઠંડીનો પણ અનુભવ થઇ શકે છે. પવન પણ સામાન્ય કરતા વધારે જોવા મળશે.
હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.  ઉપરાંત બે દિવસ બાદ તાપમાન એકથી બે ડિગ્રી ઘટવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *