નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં UPA શાસનનાં ૧૦ વર્ષોમાં આર્થિક ગેરવહીવટને હાઈલાઈટ કરતી અર્થવ્યવસ્થા પર શ્વેત પત્ર રજૂ કર્યો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું. નાણામંત્રીએ પોતાના વચગાળાનાં બજેટનાં ભાષણ દરમિયાન ઘોષણા કરી હતી કે સરકાર ૨૦૧૪ સુધી UPA શાસનનાં ૧૦ વર્ષોમાં આર્થિક ગેરવહીવટને હાઈલાઈટ કરતી અર્થવ્યવસ્થા પર એક શ્વેત પત્ર લાવશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે,” NDA સરકારે એ વર્ષોનાં સંકટને પાર કરી લીધું છે અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે-સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હવે એ જોવાનું છે કે આપણે ૨૦૧૪ સુધી કહ્યાં હતાં અને હવે ક્યાં છીએ.”