ગુજરાતમાં આજે રાજ્યમાં ૧ થી ૩ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડોનો અહેસાસ થશે.
રાજ્યના વાતવરણને લઈને હવામાન વિભાગે કરેલી અગાહી પ્રમાણે આજે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત રોજ અમદાવાદમાં ૧૮ ડિગ્રી તાપમાન હતુ જે આજે ૧૭ ડિગ્રી થયું. તો ગાંધીનગરમાં ૧૭ ડિગ્રી હતું જે આજે ૧૪ ડિગ્રી આસપાસ તાપમાન થયું. એટલે કે આજે રાજ્યમાં ૧ થી ૩ ડિગ્રી જેટલો અલગ અલગ વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ થશે. તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે પવન ગતિ પ્રતિ કલાકે ૨૦ થી ૩૦ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે જેથી ઠંડી અનુભવાશે.
ગુરૂવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર-પૂર્વના પવનો શરૂ થવા શહેરમાં સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ કર્યું હતું. જેથી ગરમીનો પારો 3.5 ડિગ્રી ગગડી ગયો હતો જ્યારે ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આજે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં અમદાવાદમાં ૧૮ ડિગ્રી તાપમાન હતું જે ૧૭ ડિગ્રી થયું હતું. જ્યારે ગાંધીનગરમાં ૧૭ ડિગ્રી હતું. જે ૧૪ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. તેમજ આજે રાજ્યમાં ૧ થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો.