વડાપ્રધાન મોદીએ અગાઉ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
તાજેતરમાં જ ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે સાથે કૃષિ વિજ્ઞાની ડૉ. એમ.એસ. સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
વડાપ્રધાન મોદીએ આપી માહિતી
વડાપ્રધાન મોદીએ અગાઉ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી અને હવે ફરી તેમણે વધુ હસ્તીઓના નામ ભારત રત્ન માટે જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.