મુંબઈ : ફેસબુક લાઇવ દરમિયાન ઉદ્ધવ જુથના નેતા અભિષેક ઘોસાલકરની ગોળી મારી હત્યા

પીડિત અને આરોપીઓ ફેસબુક પર લાઇવ હતા ત્યારે આ ઘટના બની હતી. સેશન પૂરું થયું ત્યારે મોરીસે અભિષેક પર ગોળીબાર કર્યો હતો.

મુંબઈ : ફેસબુક લાઇવ દરમિયાન ઉદ્ધવ જુથના નેતા અભિષેક ઘોસાલકરની ગોળી મારી હત્યા

ઉદ્ધવ સેનાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાલકર પર ગુરુવારે મુંબઈના દહિસરમાં એક ફેસબુક લાઈવ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અભિષેકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું છે. અભિષેકના પરિચિત એક વ્યક્તિએ વિવાદને લઈને તેના પર ત્રણ ગોળીઓ ચલાવી હતી.

મોરિસ નોરોન્હોએ ગોળી મારી

અભિષેક પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ મોરિસ નોરોન્હો તરીકે થઈ છે, જે ભૂતકાળના ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. પીડિત અને આરોપીઓ ફેસબુક પર લાઇવ હતા ત્યારે આ ઘટના બની હતી. સેશન પૂરું થયું ત્યારે મોરીસે અભિષેક પર ગોળીબાર કર્યો હતો. બાદમાં મોરિસે પોતાને ગોળી મારી દીધી હતી. જેમાં તેનું પણ મોત થયું છે. આ મામલે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

શિવસેના (યુબીટી)ના એમએલસી વિલાસ પોટનીસે જણાવ્યું હતું કે અભિષેક અને મોરિસ વચ્ચે ભૂતકાળમાં વિવાદ થયો હતો, પરંતુ તાજેતરમાં જ તેમનો વિવાદ ઉકેલાયો હતો. મોરિસે અભિષેકને તેની ઓફિસમાં સાડી વિતરણના કાર્યક્રમમાં બોલાવ્યો હતો અને ઇવેન્ટ દરમિયાન તે તેને તેની કેબિનની અંદર લઈ ગયો હતો અને તેને ગોળી મારી દીધી હતી. તેણે પોતાની રિવોલ્વરનો ઉપયોગ કરીને ત્રણ વાર ફાયરિંગ કર્યું હતું. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *