અંડર-૧૯ વર્લ્ડ કપ ફાઇનલ ૨૯૨૪: છટ્ઠી વખત ટ્રોફી જીતવા પર રહેશે ભારતીય ટીમની નજર

ભારતે સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું, ભારતે ૫ વખત ટાઈટલ જીત્યું છે.


અંડર-૧૯ વર્લ્ડ કપ ફાઇનલ ૨૯૨૪ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઇનલ બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે રમાશે. આ ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૦૧:૩૦ કલાકે શરૂ થશે. કેપ્ટન ઉદય સહારન અને હ્યુ વેબગેન ટોસના અડધા કલાક પહેલા મેદાનમાં ઉતરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની નજર છઠ્ઠી વખત ટ્રોફી જીતવા પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં ટકરાશે. ભારતે છેલ્લી બે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

ભારતે પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જયારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે બીજી સેમિફાઈનલ મેચમાં રોમાંચક જીત નોંધાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સૌથી સફળ ટીમ છે. ભારતે કુલ ૫ વખત ટૂર્નામેન્ટ જીતી છે. ભારતીય ટીમે વર્ષ ૨૦૦૦ માં પ્રથમ વખત ટ્રોફી જીતી હતી. તે સમયે મોહમ્મદ કૈફ કેપ્ટન હતો. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત વર્ષ ૨૦૦૮ માં ચેમ્પિયન બન્યું હતું. આ પછી, ઉન્મુક્ત ચંદ (૨૦૧૨), પૃથ્વી શો (૨૦૧૮) અને યશ ધૂલ (૨૦૨૨)ની આગેવાની હેઠળ ભારતીય ટીમે ટ્રોફી પર કબજો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *