પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સીટ શેરિંગ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો પડકાર બની ગયો છે. આ રાજ્યોમાં સીટર શેરિંગ ફગાવી દેવામાં આવી છે અથવા તો હજી સુધી સર્વસંમતિ સધાઈ નથી.
પંજાબ બાદ આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાર આપીને કહ્યું કે તમામ સાત બેઠકો જીતવાનું કામ કરવામાં આવશે, ઇન્ડિયા ગઠબંધન સાથે બેઠકોની વહેંચણી અંગે કોઈ ડીલ ફાઇનલ થઇ નથી.
હવે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે શનિવારે પંજાબ વિશે જાહેરાત કરવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી એકલી 13 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધન માટે આ એક મોટો ઝટકો એટલા માટે છે કારણ કે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં મોટા પ્લેયર છે, જો કોંગ્રેસ સાથે તેમની ડીલ નક્કી થઈ ગઈ હોત તો ભાજપનો રસ્તો થોડાક અંશે મુશ્કેલ બની શકતો હતો.
પંજાબ-દિલ્હીની કુલ ૨૦ બેઠકો પર ત્રિકોણીયો મુકાબલો થવાની સંભાવના
પરંતુ હાલ બંને રાજ્યોની કુલ ૨૦ બેઠકો પર આપ વિરુદ્ધ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ વચ્ચે મુકાબલો થવાનો છે. આવામાં મતોનું વિભાજન શક્ય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સમયે પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સીટ શેરિંગ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો પડકાર બની ગયો છે. આ રાજ્યોમાં સીટર શેરિંગ ફગાવી દેવામાં આવી છે અથવા તો હજી સુધી સર્વસંમતિ સધાઈ નથી.