આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો આજે વિશ્વ રેડિયો દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૧૨ થી દુનિયાભરમાં વર્લ્ડ રેડિયો દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુની જન્મજયંતિ છે. તેનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સ્વરમીઠાશને કારણે તેઓ ‘હિંદની બુલબુલ’ કે ‘ભારતની કોકીલા’ તરીકે પણ ઓળખાય છે.
વર્ષ ૧૯૫૯ માં આજના દિવસે બાળકીઓની પસંદગીની ‘બાર્બી ડોલ’નું વેચાણ શરૂ થયુ હતુ.
હિન્દી ફિલ્મોના અભિનેતા વિનોદ મહેરા, હાસ્ય કલાકાર રાજેન્દ્ર નાથનો આજે બર્થ ડે છે. તો શાસ્ત્રીય ગાયક ઉત્સાદ અમીર ખાંની મૃત્યુતિથિ છે.
૧૩ ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ
1542 – ઈંગ્લેન્ડની રાણી કેથરીન હવાઈને મૃત્યુદંડ આપવામાં આવ્યો.
2001 – પ્રથમ માનવરહિત વાહન અવકાશમાં એસ્ટરોઇડ ‘ઈરોસ’ પર ઉતર્યું. મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં 6.6ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 400 લોકો માર્યા ગયા હતા.
2010 – મહારાષ્ટ્રના પુણેમાં યહૂદી ધર્મસ્થાન નજીક એક બેકરીમાં સાંજે બોમ્બ વિસ્ફોટમાં પાંચ મહિલાઓ અને એક વિદેશી નાગરિક સહિત નવ લોકો માર્યા ગયા અને 53 અન્ય ઘાયલ થયા.
2014 – ચીનના કાલી શહેરમાં ગેરકાયદેસર ચાલતા કેસિનોમાં થયેલા વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા.