દિલ્હી દારુ કૌભાંડમાં ઈડીએ કેજરીવાલને છઠ્ઠી વાર સમન્સ મોકલીને હવે ૧૯ ફેબ્રુઆરીએ હાજર રહેવાનું કહ્યું છે.
દિલ્હી દારુ કૌભાંડમાં ઈડી અરવિંદ કેજરીવાલને છોડવાના જરા પણ મૂડમાં નથી. ઈડીએ કેજરીવાલને છઠ્ઠી વાર સમન્સ મોકલીને હવે ૧૯ ફેબ્રુઆરીએ હાજર રહેવાનું જણાવ્યું છે. ઈડી દારુ કૌભાંડમાં કેજરીવાલની પૂછપરછ કરવા માગે છે.
ઈડી દારુ કૌભાંડમાં કેજરીવાલને છોડવાના જરાય મૂડમાં નથી. માથે લોકસભા ચૂંટણી પણ છે અને કેજરીવાલને પૂરી આશંકા છે કે જો તેઓ ઈડી સામે હાજર થશે તો તેમની તરત ધરપકડ થઈ શકે છે. આમેય કેજરીવાલ ધરપકડની આશંકા તો વ્યક્ત કરી ચૂક્યાં છે.
પહેલા દિલ્હીના સીએમે ૪ સમન્સની અવગણના કરી છે. કેજરીવાલે દર વખતે ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેની અવગણના કરતા રહ્યાં છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. કેજરીવાલે ખુદ સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેમને પ્રચાર કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ખોટા કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે.