અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દિશામાં જ ઈશારો કરાયો.
![]() |
રશિયા અવકાશમાં પરમાણુ શસ્ત્રો મૂકવાની યોજના બનાવી રહ્યું છે | શું હવે આગામી યુદ્ધ અંતરિક્ષમાં લડાશે અને શું ત્યાંથી પણ પરમાણુ હુમલો થવાનો ખતરો રહેશે? એક અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દિશામાં જ ઈશારો કરાયો છે જેણે સૌની ખાસ કરીને અમેરિકાની ચિંતા વધારી દીધી છે.
અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પરમાણુ હથિયારોને અંતરિક્ષમાં કેવી રીતે સ્થાપિત કરવા તે અંગે પ્લાન બનાવી રહ્યું છે. એક રિપબ્લિકન ધારાસભ્યએ રશિયાની યોજના વિશે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. સમગ્ર મામલાથી વાકેફ અધિકારીઓએ કહ્યું કે રશિયાએ હજુ સુધી અંતરિક્ષમાં કોઈ શસ્ત્રો તૈનાત કર્યા નથી. માત્ર તેના વિશે ફક્ત વિચારી જ રહ્યો છે. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ માટે આ ચિંતાનો વિષય છે. જો કે હાલમાં સામાન્ય લોકોને તેનાથી કોઈ ડર નથી.
અમેરિકન એજન્સીઓનું કહેવું છે કે ભલે રશિયાની આ યોજના હજુ અસ્તિત્વમાં નથી આવી પરંતુ તે ચોક્કસપણે અમારા માટે ચિંતાનો વિષય છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન પણ ગુરુવારે આ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. આ દરમિયાન એક અમેરિકન સાંસદે રાષ્ટ્રપતિ જો બાઈડન પાસે માંગ કરી છે કે રશિયાના આ ખતરનાક મિશન સાથે સંબંધિત જે પણ માહિતી છે, તેને લોકો સાથે શેર કરવી જોઈએ. તેમણે કહ્યું કે આવી માહિતી શેર કરવાથી આપણે જાણી શકીશું કે કયા સ્તરનો ખતરો છે.