લોકસભા ચૂંટણી પહેલા બંગાળ સીએમ મમતા બેનરજીને એક મોટો ફટકો પડ્યો છે. જાધવપુર બેઠકના સાંસદ મિમિ ચક્રવર્તીએ રાજીનામું આપ્યું છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા ટીએમસીને પડેલો આ મોટો ફટકો છે.
મિમીએ પોતાની જાદવપુર બેઠક પર ટીએમસીના સ્થાનિક નેતૃત્વથી નાખુશ હોવાથી રાજીનામું આપવાનું કહ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તી જાદવપુર બેઠક પરથી જીત્યા હતા.