મમતા બેનર્જીએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો

મમતા બેનર્જી : દેશ સળગી રહ્યો છે, પરંતુ ભાજપને તેની કોઈ જ ચિંતા નથી.


ખેડૂત આંદોલન આજે ત્રીજો દિવસ છે, ત્યારે બુધવારે હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર (Haryana-Punjab Shambhu Border) પર ‘દિલ્હી કૂચ’ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થયા બાદ તમામ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. હવે આ મામલે મમતા બેનર્જીએ પણ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારને રાવણ સાથે સરખાવી સત્તાભારી પાર્ટી ભાજપને આડે હાથ લીધી છે. 

મમતા બેનર્જી: ભાજપમાં કેન્દ્રમાં રાવણ સરકાર ચલાવી રહી છે.

તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘અમે પહેલાથી જ ખેડૂતોની સાથે છીએ. ખેડૂતો હવે સરકાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. દેશ સળગી રહ્યો છે, પરંતુ ભાજપને તેની કોઈ જ ચિંતા નથી. BJP કેન્દ્રમાં રાવણની સરકાર ચલાવી રહી છે. સત્તાધારી પાર્ટી ભાજપે પણ રાવણની જેમ તમામ સીમાઓ પાર કરી દીધી છે. ખેડૂતો જે દિવસે દિલ્હી પહોંચશે, તે દિવસે ભાજપ નેતાઓને વાસ્તવિકતા સમજાશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *