આજનો ઇતિહાસ ૧૭ ફેબ્રુઆરી

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો મરાઠા શાસક છત્રપતિ શિવાજીએ વર્ષ ૧૫૭૦  મુઘલના કબજામાં રહેલો સિંહગઢ કિલ્લો જીતી લીધો.

વર્ષ ૧૮૬૭ માં સુએઝ કેનાલમાંથી પ્રથમ જહાજ પસાર થયું હતું.

ભારતીય રિઝર્વ બેંકના બીજા ગવર્નર જેમ્સ બ્રાડ ટેલરનું વર્ષ ૧૯૪૩ અને ભારતના પ્રખ્યાત ફિલોસોફર જીદ્દુ કૃષ્ણમૂર્તિ જેમને ટૂંકમાં જે કૃષ્ણમૂર્તિ તરીકે ઓળખાય છે તેમનું ૧૯૮૬ માં આજની તારીખે નિધન થયું હતું.

૧૭ ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1370 – રુદાઉના યુદ્ધમાં જર્મનીએ લિથુઆનિયાને હરાવ્યું.
  • 1670 – શિવાજીએ મુઘલના કબજામાં આવેલ સિંહગઢ કિલ્લો જીતી લીધો.
  • 1698 – ઔરંગઝેબે જીંજીના કિલ્લા પર કબજો કર્યો.
  • 1813 – પ્રશિયાએ ફ્રાન્સ સામે યુદ્ધ જાહેર કર્યું.
  • 1852 – ફ્રાન્સમાં પ્રેસ સેન્સરશિપ સહિત ઘણા દમનકારી પગલાં લેવામાં આવ્યા હતા.
  • 1864 – અમેરિકન સિવિલ વોર દરમિયાન એચ.એલ. હેન્લી નામની સબમરીને પ્રથમ વખત યુદ્ધ જહાજનો નાશ કર્યો હતો.
  • 1867 – સુએઝ કેનાલમાંથી પ્રથમ જહાજ પસાર થયું.
  • 1878 – સાન ફ્રાન્સિસ્કો શહેરમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ શરૂ થયું.
  • 1882 – સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.
  • 1883- બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કરનાર ક્રાંતિકારી વાસુદેવ બળવંતનું અવસાન થયું.
  • 190 – અમેરિકન સામ્રાજ્ય સામે લડનારા અશ્વેત અપાચે યોદ્ધા જેરોનિમોનું મૃત્યુ.
  • 1915 – ગાંધીજીએ પ્રથમ વખત શાંતિનિકેતનની મુલાકાત લીધી.
  • 1927- વીર વામનરાવ જોશી દ્વારા લખાયેલ નાટક રણદુન્દુભીનું મુંબઈમાં નાટ્યમંચન કરવામાં આવ્યું હતું, જેમાં દીનાનાથ મંગેશકરે તેજસ્વિનીની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *