દિગ્વિજય સિંહે આ વાતને અફવા ગણાવતા કહ્યું કે તેમની તો રાજકીય કારકિર્દી જ ગાંધી પરિવાર જોડે થઇ છે, તેમના વિશે આવું ન વિચારી શકાય.
એક પછી એક કોંગ્રેસી નેતાઓના રાજીનામાં બાદ ભાજપમાં જોડાયા પછી હવે કોંગ્રેસનું ટેન્શન વધારતાં અહેવાલ સામે આવ્યા છે. મધ્યપ્રદેશથી મળતાં અહેવાલો અનુસાર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી થઈ શકી નથી. આ સૌની વચ્ચે દિગ્વિજય સિંહે આ મામલે જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે આ મામલે કહ્યું કે મારી કમલનાથ જોડે વાતચીત થઇ છે. તે છિંદવાડામાં છે અને તે એવી વ્યક્તિ છે જેમણે તેમની રાજકીય કારકિર્દી નહેરુ-ગાંધી પરિવાર સાથે શરૂ કરી હતી. તમે આવી વ્યક્તિ પાસેથી સોનિયા ગાંધી, ઈન્દિરા ગાંધીના પરિવારને છોડવાની આશા ન રાખી શકો. તેમની તો શરૂઆત જ આ પરિવારો સાથે થઇ છે.