આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. વર્ષ ૧૬૩૦ માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું. તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહતવપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઇતિહાસની મુખ્ય ઘટનાઓની વાત કરીયે તો વર્ષ ૧૩૮૯ માં દિલ્હીના સુલતાન ગિયાસુદ્દીન તુગલક દ્વિતીયનું અવસાન થયું હતું.
વર્ષ ૧૯૮૬ માં દેશમાં પ્રથમવાર ટ્રેનમાં કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી.
વર્ષ ૧૯૯૩ માં ૧૫૦૦ મુસાફરો સાથેનું જહાજ હૈટો નજીક દરિયામાં ડૂબી ગયું હતુ.
યુરોપના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી નિકોલસ કોપરનિક્સ અને ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનો પણ આજના દિવસે જન્મ થયો હતો.
ભારતના મહાન સ્વતંત્રતા સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેની પુણ્યતિથિ છે.