Skip to content
આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે અરુણાચલ પ્રદેશ અને મિરોઝમ રાજ્યનો સ્થાપના દિવસ છે.

આજે વિશ્વ સામાજીક ન્યાય દિવસ છે અને સંયુક્ત રાષ્ટ્રના આહ્વાન પર વર્ષ ૨૦૦૭ થી દર વર્ષ ૨૦ ફેબ્રુઆરીના રોજ તેની ઉજવણી કરાય છે.

વર્ષ ૧૯૯૯ માં દૂરદર્શન પર સ્પોર્ટ્સ ચેનલની શરૂઆત થઇ હતી અને ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીએ પાકિસ્તાનની ઐતિહાસિક બસ યાત્રા કરી હતી.


વર્ષ ૧૮૩૫ માં આજના દિવસે મેડિકલ કોલેજની સત્તાવાર શરૂઆત થઇ હતી.

વર્ષ ૧૭૦૭ માં મુઘલ શાસક ઔરંગઝેબ અને વર્ષ ૧૯૫૦ માં સ્વતંત્રતા સેનાની શરત ચંદ્ર બોઝનું અવસાન થયું હતું.

૨૦ ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

- 1547 – એડવર્ડ છઠ્ઠાનો ઇંગ્લેન્ડના શાસક પદ પર વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજ્યાભિષેક થયો હતો.
- 1798 – લુઇસ એલેક્ઝાન્ડ્રે બર્થિયરે પોપ પાયસ છઠ્ઠાને પદભ્રષ્ટ કર્યા.
- 1833 – ઇજિપ્ત સાથેના યુદ્ધમાં તુર્કીને મદદ કરવા માટે રશિયન જહાજો બોસ્ફોરસની ખાડીમાં પહોંચ્યા.
- 1835 – કલકત્તા મેડિકલ કોલેજ સત્તાવાર રીતે ખોલવામાં આવી.
- 1846 – અંગ્રેજોએ લાહોર પર કબજો કર્યો.
- 1847 – રોયલ કલકત્તા ટર્ફ ક્લબની સ્થાપના.
- 1872 – ન્યૂયોર્ક શહેરમાં ‘મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટસ’ ખોલવામાં આવ્યું.
- 1873 – કેલિફોર્નિયા યુનિવર્સિટીએ સાન ફ્રાન્સિસ્કોમાં તેની પ્રથમ મેડિકલ કોલેજની શરૂઆત કરી.
- 1933 – ચૂંટણીમાં નાઝી પાર્ટીને ટેકો આપવા માટે એડોલ્ફ હિટલર ગુપ્ત રીતે જર્મન ઉદ્યોગપતિઓને મળ્યો.
- 1935 – કેરોલિન મિકલ્સન એન્ટાર્કટિક પહોંચનાર પ્રથમ મહિલા બની.
- 1940 – ઈંગ્લેન્ડમાં દક્ષિણ આફ્રિકામાં નવા રોકાણો પરના નિયંત્રણો હટાવવાની ઘોષાણા કરાઇ.
- 1942 – બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સૈનિકોએ ડચ ઇસ્ટ ઇન્ડીઝમાં બાલી પર હુમલો કર્યો.
- 1947 – બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી.
- 1962 – જ્હોન એચ. ગ્લેન અમેરિકાના પ્રથમ અવકાશયાત્રી બન્યા.
- 1965 – નાસા દ્વારા લોન્ચ કરાયેલ રેન્જર આઠ ચંદ્ર પર ઉતર્યું, ફોટા અને જરૂરી ડેટા મોકલ્યો.
- 1968 – મુંબઈના K.E.M. હોસ્પિટલના તબીબ પી.કે. સેને પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યું હતું.
- 1975 – માર્ગારેટ થેચર બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા.
- 1976 – મુંબઈ હાઈ ખાતે ક્રૂડ ઓઈલનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થયું.
- 1982 – ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં કન્હાર નદીના પાણી પર કરાર.
- 1986 – સોવિયેત સંઘ દ્વારા ‘સેલ્યુત-7’ કરતાં વધુ વિકસિત સ્પેસ સ્ટેશન ‘મીર’ (શાંતિ)નું પ્રક્ષેપણ.
- 1987 – હિમાચલ પ્રદેશને ભારતીય સંઘનું 24મું રાજ્ય બનાવવામાં આવ્યું. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ અનુક્રમે 23માં અને 24માં રાજ્ય બન્યા.