નેમિષ શાહના રોકાણવાળી લક્ષ્મી મશીનના શેરે આપ્યું છપ્પરફાડ રિટર્ન

૮ જાન્યુઆરી ૧૯૯૯ થી ₹૧૯૪ ના લેવલથી શેરબજારમાં કામકાજની શરૂઆત કરનારી લક્ષ્મી મશીન વર્ક્સના શેરે રોકાણકારોને ૬૭૫૦ % મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

nemish-shah-102785351
શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને આશરે ૨૪૫૪ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા નેમિષ શાહ ઈનામ હોલ્ડિંગ્સના ડાયરેક્ટર અને કો ફાઉન્ડર છે. નેમિષ શાહ જોખમ લેવાથી બિલકુલ પણ ગભરાતા નથી અને તેઓ શેરોમાં રોકાણ કરીને બમ્પર કમાણી કરવા માટે જાણિતા છે. નેમિષ શાહ પાસે હાલના સમયે છ શેરોમાં હિસ્સેદારી છે.

નેમિષ શાહે લક્ષ્મી મશીન વર્ક્સમાં ૮.૯ % હિસ્સો લીધેલો છે. લક્ષ્મી મશીન વર્ક્સના નેમિષ શાહ પાસે ૯.૫૩ લાખ શેર છે જેની વેલ્યૂ આશરે ૧૨૭૪ કરોડ રૂપિયા છે.

બુધવારના ટ્રેડિંગમાં લક્ષ્મી વર્ક્સના શેર 0.૫ ટકાની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને તે ૧૩૩૫૬ રૂપિયાના લેવલે હતા. ૧૪૨૫ કરોડ રૂપિયાનું માર્કેટકેપ ધરાવતી લક્ષ્મી મશીન વર્ક્સના શેરોમાં છેલ્લા 6 મહીનામાં રોકાણકારોને ૧૭ ટકા રિટર્ન આપ્યું છે.

૫ એપ્રિલના રોજ ₹૯૯૯૮ ના લેવલથી લક્ષ્મી મશીન વર્ક્સના શેરોએ રોકાણકારોને ૩૦ ટકા રિટર્ન આપી દીધું છે. ૨૦ માર્ચ ૨૦૨૦ ના રોજ ₹ ૨૫૬૦ ના લેવલથી લક્ષ્મી મશીન વર્ક્સના શેરોએ રોકાણકારોની મૂડી ૫ ગણી વધારી દીધી છે. ૮ જાન્યુઆરી ૧૯૯૯ ના ₹ ૧૯૪ ના લેવલથી શેરબજારમાં કામકાજની શરૂઆત કરનારી લક્ષ્મી મશીન વર્ક્સના શેરોએ રોકાણકારોને ૬૭૫૦ ટકા મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

લક્ષ્મી મશીન વર્ક્સના અનેક કામકાજી ડિવિઝન છે જેમાં મશીન ટૂલ્સ ડિવિઝન, ફાઉન્ડ્રી ડિવિઝન, એડવાન્સ ટેકનોલોજી સેંટર અને ટેક્સટાઈલ મશીનરી ડિવિઝન વગેરે સામેલ છે. લક્ષ્મી મશીન વર્ક્સ ટેક્સટાઈલ મશીનરી બનાવતી દેશની દિગ્ગજ કંપની છે. સ્પિનિંગ મશીન બનાવતી LMW દુનિયાની ત્રણ દિગ્ગજ કંપનીઓમાં લક્ષ્મી મશીન વર્ક્સ પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *