કોંગ્રેસની ન્યાય યાત્રા અટકાવીને કોર્ટ પહોંચ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ૨૦૧૮ માં ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, ભાજપના કાર્યકર્તાએ સેશન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળી ગયા છે. તેઓ આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. માનહાનિ સંબંધિત કેસમાં સુલતાનપુર કોર્ટે તેને સમન્સ પાઠવ્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. તેમને કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. રાહુલ ગાંધીને ૨૫,૦૦૦ રૂપિયાની સિક્યોરિટી અને ૨૫,૦૦૦ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ૨૦૧૮ માં ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને માનહાનિનો મામલો ગણાવીને ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલો લગભગ ૬ વર્ષ જૂનો છે.

રાહુલ ગાંધીએ ૨૦૧૮ માં બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કથિત રીતે ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલો કર્યો હતો અને તેમને હત્યારા કહ્યા હતા. તેમના પર વિજય મિશ્રા નામના ભાજપના કાર્યકર્તાએ ૨૦૧૮ ની ચોથી ઓગસ્ટે જિલ્લા અને સેશન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જજ યોગેશ કુમાર યાદવે આ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું. મળતી માહિતી મુજબ, જો રાહુલ ગાંધીને પૂરતા પુરાવા બાદ દોષિત ઠેરવવામાં આવ્યા હોત તો તેમને બે વર્ષની જેલની સજા થઈ શકી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *