GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં પહોંચ્યા પીએમ મોદી

મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે, દક્ષિણ ઝોનના ૧૧ જિલ્લાઓમાં કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ ૫૭ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૧૦:૨૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને રિસિવ કરવા રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર પ્રતિભા જૈન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી  GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપવા નમો સ્ટેડિયમમાં પહોંચી ગયા છે.

આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને ૮,૩૫૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે તેઓ નવસારીમાં ૧૭,૫૦૦ કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દક્ષિણ ઝોનના ૧૧ જિલ્લાઓમાં ૧૨ વિભાગોના ₹૪૪ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમ્યાન વડોદરા-મુંબઇ એક્સપ્રેસવેના પાદરા-મનુબાર માર્ગનું ઉદ્દઘાટન કરશે. આ માર્ગનું બાંધકામ પૂર્ણ થયું છે જેથી વડોદરાથી ભરૂચ અંકલેશ્વર, સુરત અને મુંબઇ તરફના મુસાફરોને ઝડપી, સુરળ અને સુરક્ષિત મુસાફરી મળી શકશે. રાજ્યમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું બાંધકામ ત્રણ ભાગમાં કરવામાં આવ્યું છે. મનુબારથી સાંપા સુધીનો ૩૧ કિલોમીટર લાંબો માર્ગ ૨૪૦૦ કરોડના ખર્ચે, સાંપાથી પાદરા સુધીનો ૩૨ કિલોમીટરનો માર્ગ ૩૨૦૦ કરોડના ખર્ચે અને પાદરીંથી વડોદરા સુધીનો ૨૩ કિલોમીટરનો માર્ગ ૪૩૦૦ કરોડના ખર્ચે બન્યો છે.

નેશનલ હાઇવે ઓથોરિટીના ૧૦ હજાર કરોડના ખર્ચે બનેલા માર્ગનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે. મનુબાર ભરૂચ રેલવે સ્ટેશનથી સાત કિલોમીટર દૂર આવેલું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે અગાઉથી જ કાર્યરત છે, જ્યારે વડોદરાથી ભરૂચનો એક્સપ્રેસ હાઇવે મુસાફરો માટે ઉપયોગી થશે. વડોદરાથી ગોધરા સ્ટ્રેચ અને ભરૂચ- મુંબઈ ટ્રેચ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *