આજે સવારે ૧૧:૨૫ વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું ૦.૧૨ % ના વધારા સાથે ૬૨,૧૮૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી ૦.૨૮ % ના વધારા સાથે ૭૨,૪૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
સપ્તાહના ચોથા કારોબારી દિવસે સોના-ચાંજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આ તેજીની સાથે સોનું ૬૨,૦૦૦ ના સ્તરને વટાવી ગયું છે. જ્યારે ચાંદીએ તેનું ૭૨,૦૦૦નું સ્તર જાળવી રાખ્યું છે. આજે સવારે ૧૧:૨૫ વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું ૦.૧૨ % ના વધારા સાથે ૬૨,૧૮૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી ૦.૨૮ % ના વધારા સાથે ૭૨,૪૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર, સોનાના ભાવે ૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ નવો રેકોર્ડ બનાવ્યો હતો. એમસીએક્સ પર સોનાની કિંમત પહેલીવાર ૬૩૮૦૦ રૂપિયાની ઉપર ગઈ હતી.
સોનાની રેકોર્ડ કિંમત
ઓગસ્ટ ૨૦૨૦ બાદ લગભગ અઢી વર્ષ પછી ૨ ફેબ્રુઆરીના રોજ સોનાએ ૫૮ હજારની સપાટી પાર કરી અને ૫૮,૬૬૦ રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે ૫ મે ૨૦૨૩ ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું ૬૧,૫૫૨ રુપિયા પર ટ્રેડ થયું હતું.
દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત
CHENNAI | _₹_58,000 | _₹_63,230 | _₹_47,510 |
---|---|---|---|
Mumbai | _₹_57,500 | _₹_62,730 | _₹_47,040 |
Delhi | _₹_57,650 | _₹_62,880 | _₹_47,170 |
Kolkata | _₹_57,500 | _₹_62,730 | _₹_47,040 |
Bangalore | _₹_57,500 | _₹_62,730 | _₹_47,040 |
Hyderabad | _₹_57,500 | _₹_62,730 | _₹_47,040 |
Kerala | _₹_57,500 | _₹_62,730 | _₹_47,040 |
Pune | _₹_57,500 | _₹_62,730 | _₹_47,040 |
Vadodara | _₹_57,550 | _₹_62,780 | _₹_47,090 |
Ahmedabad | _₹_57,550 | _₹_62,780 | _₹_47,090 |
સોનાની શુદ્ધતાના માપદંડ
કેરેટ સોનાના આભૂષણોમાં ૯૯૯ લખ્યું હોય છે, જ્યારે ૨૩ કેરેટ સોના પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ શુદ્ધ સોના પર ૭૫૦ લખ્યું હોય છે. ૨૪ કેરેટ સોનું લગભગ ૯૯.૯ % શુદ્ધ હોય છે જ્યારે ૨૨ કેરોટ સોનું ૯૧ % શુદ્ધ હોય છે. ૨૨ કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ૨૪ કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.