તરભમાં પીએમ મોદીએ વાળીનાથ મહાદેવની પૂજા અર્ચના, આરતી ઉતારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વિસનગર તરભ ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. ત્યારે ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આ પ્રયત્ન કેટલો સફળ રહશે?

Gujarati News 22 February 2024 LIVE : તરભમાં PM મોદીએ વાળીનાથ મહાદેવની પૂજા અર્ચના, આરતી ઉતારી

આજે તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪, ગુરુવારના દિવસે દેશ અને દુનિયાના સમાચારની વાત કરીએ તો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ સ્થળોએ મુલાકાત લેશે. જેમાં વિસનગરના તરભમાં આવેલા વાળીનાથ ધામ મંદિર ખાતે વાળીનાથ મહાદેવના મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપશે.

બીજી તરફ દેશમાં ખેડૂતોનું દિલ્હીની બોર્ડર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ક્યાં પહોંચી સહિતના રાજકારણના સમાચાર, લોકસભા ચૂંટણીની દેશમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે. તેમજ રમત-ગમત અને વેપાર સહિતના ક્ષેત્રના આજના તાજા સમાચાર અહીં વાંચતા રહો.

વિવિધ વિકાસ પ્રોજેક્ટોમાં જેમાં વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગના રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધુના ૪ પ્રકલ્પો, રેલવે મંત્રાલયના રૂ. ૨૩,૦૦૦ કરોડથી વધુના ૫ પ્રકલ્પો, પ્રેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂ. ૨૧૦૦ કરોડથી વધુના ૨ પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગના રૂ. ૧૭૦૦ કરોડથી વધુના ૨૧ પ્રકલ્પો, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકારના રૂ. ૧૬૦૦ કરોડથી વધુના ૨ પ્રકલ્પો તેમજ વિવધ વિભાગોના રૂ. ૨૮૦૦ કરોડથી વધુના ૨૩ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *