કાશ્મીરમાં કુદરતે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે અને એક અસાધારણ પણ ડરામણો નજરો જોવા મળ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં બરફના તોફાન આવતાં હાહાકાર મચ્યો છે. શિયાળાના અંતમાં બરફનું તોફાન આવતાં હજારો દેશી-વિદેશી પ્રવાસીઓ ફસાયાં હતા અને ઘણા લાપત્તા બનતાં રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
ભયાનક તોફાનને કારણે ઘણા વિદેશી પ્રવાસીઓ ગુમ થયાં છે જેમની શોધખોળ ચાલું છે. કાશ્મીરમાં આ વખતે શિયાળાના અંતમાં આવું ભયાનક તોફાન જોવા મળ્યું હતું. આખો શિયાળો કોરો ગયો હતો પરંતુ અંત ટાણે બરાબરનો બરફ વરસ્યો હતો.