સુરતની મોડલ આપઘાતમાં મોટો ઘટસ્ફોટ

સુરતની ૨૩ વર્ષીય મોડલ તાનિયાના આપઘાતમાં પોલીસને હજુ સુધી કોઈ કડી મળી નથી પરંતુ એક મહત્વની જાણકારી મળી હતી.

સુરતની ૨૩ વર્ષીય મોડલ તાનિયાના આપઘાતમાં આઈપીએલની હૈદરાબાદ ટીમના ખેલાડી અભિષેક શર્માનું નામ સામે આવ્યું છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા તેની પૂછપરછ થઈ નથી. ઘટનાના ૩ દિવસ બાદ પણ પોલીસને કોઈ કડી હાથ લાગી નથી પરંતુ આ દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વી.આર.મલ્હોત્રાએ એક મોટી માહિતી જાહેર કરી હતી. 

ACP મલ્હોત્રાએ કહ્યું કે પ્રથમ નજરે જોતા તાનિયા અને હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્મા વચ્ચેની મિત્રતા દર્શાવે છે. તાનિયાએ અભિષેક શર્માને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જોકે અભિષેકે તેનો કોઈ જવાબ આપ્યો નહોતો. આ પછી તાનિયાએ ઘેર આવીને પંખે લટકીને આપઘાત કર્યો હતો. ACPએ કહ્યું કે અમને અત્યાર સુધી ખબર પડી છે કે અભિષેક શર્માની મૃતક મોડેલ સાથે મિત્રતા હતી. તપાસમાં વધુ વિગતો જાણવા મળશે, એમ એસીપી મલ્હોત્રાએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. પોલીસે હજી સુધી અભિષેક શર્માનો સંપર્ક સાધ્યો નથી પરંતુ વધુ સ્પષ્ટતા માટે તેને નોટિસ મોકલવાની તૈયારી છે.

અભિષેક શર્માએ તાનિયાનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો અને સોશ્યલ મિડિયા પર એના સંદેશાનો જવાબ આપતો નહોતો. મરતાં પહેલા તાનિયાએ અભિષેક શર્માને ફોન કર્યાં હતો અને વેસુ પોલીસ તેની કોલ ડિટેલ્સને આધારે આ વાત પકડી પાડી છે. તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થતી હતી. પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ જ તાનિયાએ પંખે લટકી ગઈ હતી. તાનિયાના આપઘાતમાં ક્રિકેટરનું નામ સામે આવતાં પોલીસને પણ મોટી કડી હાથ લાગી છે અને તેણે અભિષેકને બોલાવીને પૂછપરછ શરુ કરી છે. ચર્ચા તો એવી પણ છે કે તાનિયા ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમાં નિષ્ફળતાં મળતાં તેણે અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં અભિષેકની પૂછપરછ ચાલી રહી હોવાથી ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.

સુરતના વેસુ રોડ ઉપર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી ૨૮ વર્ષીય તાનિયા ગત રોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી અને મોડી રાતે ઘરમાં પંખે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારમાં ઘરનાને તેની લાશ મળી આવી હતી. ૨૮ વર્ષની તાનિયા ઉભરતી મોડલ છે. તે મૂળ રાજસ્થાનમાં સીકરની વતની હતી.  તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે અને એક બહેનના લગ્ન થઇ ગયા છે. જયારે તેના પિતા પાંડેસરાની મીલમાં નોકરી કરે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *