આંતરરાષ્ટ્રીય એજન્સી મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી ૭૭ % પોઈન્ટ સાથે આ રેટિંગમાં ટોપ પર છે. તેનો અર્થ એ છે કે તે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે.
આંતરરાષ્ટ્રીય એજન્સી મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી ૭૭ % પોઈન્ટ સાથે આ રેટિંગમાં ટોપ પર છે. તેનો અર્થ એ છે કે તે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રુ મેન્યુઅલનું નામ નરેન્દ્ર મોદી પછી વિશ્વના બીજા સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં છે. તેના ૬૪ % પોઈન્ટ છે. આ રેન્કિંગમાં સ્વિટ્ઝર્લેન્ડના લીડર એલેન બાર્સેટ ત્રીજા સ્થાને છે. એલન સ્વિસ ફેડરલ કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા છે. એલેન બાર્સેટને ૫૭ % પોઈન્ટ્સ મળ્યા છે.
પોલેન્ડના ડોનાલ્ડ ટસ્ક આ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. તેને ૫૦ ટકા પોઈન્ટ્સ મળ્યા છે. તેણે ટોપ-૪ માં સ્થાન મેળવીને ઘણા લોકોને ચોંકાવી દીધા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં પાંચમા સ્થાને છે. તેને ૪૭ % પોઈન્ટ્સ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પણ ઘણા મોટા નામોને પાછળ છોડીને આ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું છે. તેમને ૪૫ % વોટ મળ્યા હતા.
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જે પોતાની સ્ટાઈલ અને દેખાવ માટે જાણીતા છે તે આ રેન્કિંગમાં સાતમા સ્થાને છે. તેને ૪૪ % પોઈન્ટ્સ મળ્યા છે. વિશ્વના પ્રખ્યાત નેતાઓની યાદીમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આઠમા નંબરે છે. આ રેટિંગમાં તેને ૩૮ % પોઈન્ટ્સ મળ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન આ યાદીમાં નવમા નંબરે છે. તે ૩૭ % પોઈન્ટ સાથે આ નંબર પર છે. તેનું નામ ઘણું પાછળ જાય છે.