મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થયું છે. મનોહર જોશીને હાર્ટ એટેકના કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થયું છે. મનોહર જોશીને હાર્ટ એટેકના કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની આઈસીયુમાં સારવાર કરવામાં આવી હતી. અહીં તબીબોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. આજે સવારે ૦૩:૦૨ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું મૃત્યુ કાર્ડિયેક અરેસ્ટના કારણે થયું છે. મનોહર જોશી બીમારીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રાજકારણથી દૂર હતા.

મનોહર જોશીનો જન્મ ૨ ડિસેમ્બર ૧૯૩૭ ના રોજ રાયગડા જિલ્લાના નંદવી ગામમાં થયો હતો. 1995માં તેઓ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી બન્યા. મનોહર જોશીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર, મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, સાંસદ, કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય જેવા ઘણા હોદ્દા પર સેવા આપી હતી. મનોહર જોશીના પાર્થિવ દેહને માટુંગામાં રૂપારેલ કોલેજ પાસેના તેમના W ૫૪ સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવશે. તેમના અંતિમ દર્શન સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધી થશે

પ્રથમ બિનકોંગ્રેસી સીએમ

 

મનોહર જોશી મહારાષ્ટ્ર શિવસેનાના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ મહારાષ્ટ્રના પ્રથમ બિન-કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. મનોહર જોશીને બાળાસાહેબ ઠાકરેના સૌથી વિશ્વાસુ અને સૌથી મોટા સહયોગી માનવામાં આવતા હતા, જોશીએ તેમની રાજકીય કારકિર્દી ૧૯૭૦ માં શરૂ કરી હતી જ્યારે તેઓ શિવસેના તરફથી વિધાનસભામાં ચૂંટાયા હતા.

જોશી ૧૯૭૬ થી ૧૯૭૬ સુધી મુંબઈના મેયર પણ હતા

મનોહર જોશીએ અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન લોકસભાના સ્પીકર તરીકે સેવા આપી હતી. રાજકારણની દુનિયામાં તેઓ સામાન્ય રીતે ‘જોશી સર’ તરીકે ઓળખાય છે. જોશીએ રાજ્યસભામાં સાંસદ તરીકે છ વર્ષનો કાર્યકાળ પણ સંભાળ્યો હતો. મનોહર જોષી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનનાર પ્રથમ શિવસેના નેતા પણ હતા. તેમણે ૧૯૯૫ થી ૧૯૯૫ સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *