ઈરાન સેનાનો પાકિસ્તાન પર હુમલો

ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને ઠાર માર્યા છે. ન્યૂઝ ચેનલ ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશએ શનિવારે આ દાવો કર્યો છે.

ઈરાન સેનાનો પાકિસ્તાન પર હુમલો, જૈશ અલ અદલનો ચીફ ઈસ્માઈલ શાહ બક્ષ સહિત અન્ય આતંકવાદીઓ ઠાર

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. હકીકતમાં, ઈરાનના સૈન્ય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને ઠાર માર્યા છે. ન્યૂઝ ચેનલ ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશએ શનિવારે આ દાવો કર્યો છે.

ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. એક મહિના પહેલા પણ ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર સૈન્ય કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાન સુન્ની ઉગ્રવાદી સંગઠને પણ ઈરાનની હવાઇ સીમામાં હવાઈ હુમલો કર્યો હતો. જૈશ અલ અદલ સુન્ની આતંકવાદી સંગઠન છે અને તેની રચના ૨૦૧૨માં થઇ હતી.

terrorist | jammu kashmir

ઈરાને તેને આતંકવાદી સંગઠન માને છે. જૈસ અલ અદલ બલૂચિસ્તાનથી સંચાલિત થાય છે અને તેણે ઈરાનના સૈનિકો પર ઘણી વખત હવાઇ હુમલા કર્યા છે.

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ

ઈરાને એક મહિના પહેલા ૧૬ જાન્યુઆરીની મોડી રાત્રે પાકિસ્તાનની સરહદ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. ઈરાને આ હુમલામાં જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો.

આ પછી પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ઈરાની હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે. બંને દેશો વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પાકિસ્તાન એ ૧૭ જાન્યુઆરીએ ઈરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે તે ઈરાનના રાજદૂતને પોતાના દેશમાં પરત જવાની મંજૂરી આપશે નહીં.

ત્યાર બાદ પાકિસ્તાને ૧૮ જાન્યુઆરીએ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની સેનાએ ઈરાનની સરહદ પર હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાને કહ્યું હતું કે તેણે બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ત્યાર બાદમાં બંને દેશો વચ્ચે રાજદૂત સ્તરની બેઠક યોજાઈ હતી અને તેમાં તણાવ ઓછો કરવા સંમતિ સધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *