ભારતીય ટીમના ફાસ્ટર બોલર મોહમ્મદ શમી ની સફળ સર્જરી બાદ પોસ્ટ

ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરવાનો ચાહકોને વાયદો.

મોહમ્મદ શમી ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે અને વર્લ્ડકપ બાદથી જ ચાહકો મેદાનમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ શમી ઈજાના કારણે હજુ સુધી પરત ફરી શક્યો નથી અને ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાંથી પણ બહાર છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે શમી બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં રમી શકે છે, પરંતુ ત્યાં સુધી સમાચાર આવ્યા કે શમીને ઓપરેશન કરાવવું પડશે, શમી પગની ઘૂંટીની ઈજાને કારણે પરેશાન હતો, જેનું હવે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. આ માહિતી શમીએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને આપી છે.

સફળ સર્જરી વિશે માહિતી આપતા શમીએ કહ્યું કે તે સ્વસ્થ થઈ રહ્યો છે. શમીના કહેવા પ્રમાણે, તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે, પરંતુ તેને ક્રિકેટના મેદાનમાં વાપસી કરવાનો વિશ્વાસ છે. શમીએ કહ્યું, “હમણાં જ અકિલીઝ ટેન્ડનનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે! તેને સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે, પરંતુ હું મારા પગ પર પાછા આવવા માટે ખૂબ જ ઉત્સુક છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *