હિમાચલ પ્રદેશમાં સ્પીકરની મોટી કાર્યવાહી

ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના ૬ MLA અયોગ્ય જાહેર.

તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના ૬ ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભાના સ્પીકર તમામ ૬ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દીધું છે. તેમના પર પાર્ટીના વ્હિપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. વિધાનસભાના સ્પીકર કુલદીપ પઠાનિયાએ આ માહિતી આપી હતી.

કોંગ્રેસના ૬ બળવાખોર ધારાસભ્યો અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમના પર સ્પીકરે લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મેં આ નિર્ણય લીધો હતો. આ જનાદેશનું અપમાન હતું. અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોમાં રાજેન્દ્ર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, દેવેન્દ્ર સિંહ ભુટ્ટો, સુધીર શર્મા, ચૈતન્ય શર્મા અને રવિ ઠાકુરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *