આ ઓફર ભારત સરકાર માટે ખૂબ જ મહત્ત્વની હોવાની સુરક્ષા નિષ્ણાતોનો દાવો
ભારત હાલમાં મેલ્ટી-રોલ ફાઈટર એકક્રાફ્ટ પર ફોકસ કરી રહ્યું છે. રાફેલ અને યુરોફાઈટર ટાયફૂન પહેલાથી જ સ્પર્ધામાં છે. આ દરમિયાન અમેરિકન કંપની બોઈંગે ભારતને પોતાની ઓફર આપી છે.
બોઈંગે કહ્યું છે કે, ‘અમારી પાસેથી નવું F-૧૫EX ફાઈટર જેટ ખરીદી લો. ઓછી કિંમતમાં વધુ શક્તિશાળી ફાઈટર જેટ મળશે. આ સાથે જ ભારતીય વાયુસેના તેમાં પોતાના હથિયારો લગાવી શકે છે. આ ફાઈટર જેટમાં ભારતની ભૌગોલિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતો પ્રમાણે ફેરફાર પણ કરી શકાશે. અમે ભારતની જરૂરિયાત પ્રમાણે ફાઈટર જેટમાં ફેરફાર કરી દઈશું.’
આ ફેરફાર એવિયોનિક્સ, સેંસર્સ અથવા કમ્યુનિકેશન સિસ્ટમમાં કરી શકાય છે. આ સાથે જ હથિયાર લગાવનારા હાર્ડપોઈન્ટ્સમાં પણ ભારતીય હથિયારો પ્રમાણે ફેરફાર કરી શકાશે અથવા તો નવું કરી શકાશે. આ ઓફર ભારત સરકાર માટે ખૂબ જ આકર્ષક છે.