બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે, ધોરણ ૧૦ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.
બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર લેવાનાર બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે.
બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શક્શે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાનાર છે. ત્યારે આજથી બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શક્શે. ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. આ ઉપરાંત ધોરણ-૧૨ પછી લેવાથી ગુજકેટની પરીક્ષા ૨ એપ્રિલે લેવામાં આવશે.
ગુજરાત બોર્ડની પરીક્ષાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે ત્યારે તંત્રએ પણ પરીક્ષાને લઈને તૈયારી કરી લીધી છે. નોંધનીય છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૧૧મી માર્ચથી ૨૬મી માર્ચ દરમિયાન લેવાશે.