ભુજ-મુંબઈ વચ્ચે આજથી ૧૨૦ મુસાફરોની ક્ષમતાવાળી એર ઈન્ડિયાની વીમાની સેવા શરૂ થવા પામી છે. જેને લઈ એરપોર્ટ ઓર્થોરિટી તેમજ એર ઈન્ડિયાનાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. તેમજ બેઠકમાં મહત્વનો નિર્ણયો કરવામાં આવ્યા છે.
ભૂજ થી મુંબઈ જનાર લોકો માટે આજથી ફ્લાઈટની સેવા શરૂ કરવામાં આવી છે. ૧૨૦ મુસાફરોની બેઠકની ક્ષમતા ધરાવતી દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. મુંબઈ માટેની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા કચ્છીઓને ફાયદો થશે.
આ બેઠકમાં એરપોર્ટ ડાયરેક્ટર નવીનકુમાર સાગર, એર ઈન્ડિયાનાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં ભુજનાં ચેમ્બર પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું કે, મુંબઈ-કચ્છ વચ્ચે ફ્લાઈટ શરૂ થતા કચ્છીઓ માટે આવકારદાયક હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ટિકિટનાં ભાવો વ્યાજબી રાખવા તેમજ બીજી ફ્લાઈટ ચાલુ કરવામાં આવે તો બંને ફ્લાઈટોની વિદેશી વિમાની સેવા સાથે કનેક્ટીવીટીની રજૂઆત કરી હતી.
એર ઈન્ડિયાનાં અધિકારીઓ તેમજ કચ્છનાં આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ
આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો ટ્રાફિક મળશે તો આગામી સમયમાં ૧૮૬ સીટની ફ્લાઈટની સેવા શરૂ કરવાની ખાત્રી આપી હતી. કચ્છની કંપનીઓ પાસેથી ૪૦ થી ૫૦ જેટલી સીટોનાં ક્વોટાનું બુકિંગ કરાવી આપશે. મુંબઈથી ભૂજ આવેલા એર ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્લોબલ કચ્છ ફેડરેશનાં વાઈસ ચેરમેન ચંદ્રકાન્ત ચોથાણી, ચેમ્બર ઓફ કોર્મસનાં હરિભાઈ ગોર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.