લાલુ પ્રસાદના નિવેદન પર હંગામો

પીએમ મોદીએ પણ લાલુ પ્રસાદ યાદવને જવાબ આપતા તેલંગાણામાં કહ્યું હતું કે મારા પરિવારને લઇને મારા પણ પ્રહાર કર્યા પણ હવે આખો દેશ બોલી રહ્યો છે કે હું છું મોદીનો પરિવાર.

લાલુ પ્રસાદના નિવેદન પર હંગામો, ભાજપના નેતાઓએ ‘X’ પર બદલ્યો બાયો, લખ્યું – મોદીનો પરિવાર

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય નેતાઓનો એક બીજા પર કટાક્ષભર્યા શબ્દોથી ટિપ્પણી કરી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલુ પ્રસાદ યાદવે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી ટિપ્પણીથી હંગામો મચી ગયો હતો. લાલુ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરિવારવાદ’ પર કટાક્ષ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ પીએમ મોદી સાથે એકતા દર્શાવી અને પોતાના બાયો પર ‘મોદીનો પરિવાર’ લખ્યું છે. સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પાર્ટીના અન્ય નેતાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘એક્સ’ પર પોતાનો બાયો બદલ્યો છે.

પીએમ મોદીએ પણ લાલુ પ્રસાદ યાદવનો જવાબ આપતા તેલંગાણામાં કહ્યું હતું કે મારા પરિવારને લઇને મારા પણ પ્રહાર કર્યા પણ હવે આખો દેશ બોલી રહ્યો છે કે હું છું મોદીનો પરિવાર

સંતાન ન હોવા પર આરજેડી નેતાએ પીએમ મોદી પર કર્યો હતો કટાક્ષ

રવિવારે પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની જન વિશ્વાસ રેલી દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કટાક્ષભર્યા શબ્દોમાં કહ્યું કે પીએમ મોદી દર વખતે પરિવારવાદનો મુદ્દો ઉઠાવતા રહે છે, તે એ કેમ નથી બતાવતા કે તેમને કોઈ સંતાન કેમ નથી થયું.

લાલુ યાદવે વડાપ્રધાનના ધર્મને લઇને પણ ટિપ્પણી કરી

આરજેડી નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મ અંગે પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદી સાચા હિન્દુ નથી. તેમની માતાનું નિધન થયું ત્યારે તેમણે વાળ અને દાઢી ઉતાર્યા ન હતા, હિન્દુ ધર્મમાં દરેક બાળક આવું કરે છે. ભાજપે તેમના આ કટાક્ષનો સખત વિરોધ કર્યો છે.

મોદી વિરુદ્ધ કરેલા નિવેદનનો ભાજપે જોરદાર વિરોધ કર્યો

રવિવારે મોદી વિરુદ્ધ કરેલા નિવેદનનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો. બિહારના ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હાએ લાલુ પ્રસાદના નિવેદનની ટીકા કરી હતી અને તેને વાંધાજનક અને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લાલુ યાદવ સહિત આરજેડી નેતાઓનું આ પ્રકારનું વર્તન રાજકારણ પ્રત્યેનો તેમનો ઉદાસીન અભિગમ અને સનાતન ધર્મની સદીઓ જૂની પરંપરાને નબળી પાડવાનો પ્રયાસ દર્શાવે છે.

વિજય કુમાર સિન્હાએ કહ્યું કે લાલુ પ્રસાદ પોતે ભ્રષ્ટાચારના કેસોમાં દોષિત છે. આપણા વડા પ્રધાન વિરુદ્ધ તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે તેમની માનસિકતા દર્શાવે છે. આરજેડીના નેતાઓ સનાતન ધર્મની વિરુદ્ધ છે અને સદીઓ જૂની પરંપરાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાલુ પ્રસાદ સહિત આરજેડીના નેતાઓ રાજકીય જોકરની જેમ વર્તે છે. આપણે આવી શક્તિઓને રોકવી જોઈએ. સનાતન ધર્મ માટે આપણા વડાપ્રધાને જે કર્યું છે તે બધા જાણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *