૩૦ વર્ષ પછી કુંભ રાશિમાં બનશે શનિ – મંગળનો વિધ્વંસક યોગ, જાણો દેશ – દુનિયા, શેર બજાર અને ૧૨ રાશિઓ પર અસર થશે

૩૦ વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને મંગળની યુતિ બની રહી છે, જેને વિધ્વંસક યોગ કે વિનાશક યોગ કહેવામાં આવે છે. જાણો આ યોગની દેશ, દુનિયા, શેર બજાર અને ૧૨ રાશિઓ પર અસર થશે.

ગ્રહો સમયાંતરે પોતાની ચાલમાં ફેરફાર કરે છે, જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મંગળ ૧૫ માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં શુક્ર અને શનિ ગ્રહો પહેલેથી જ હાજર છે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં શુક્ર, મંગળ અને શનિનો સંયોગ રચાશે.

શુક્ર એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કુંભ રાશિ છોડીને મીન રાશિમાં જશે, પરંતુ મંગળ અને શનિનો વિધ્વંસક યોગ કુંભ રાશિમાં એપ્રિલના અંત સુધી રહેશે. આવી સ્થિતિમાં મંગળ અને શનિનો યોગ જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીયે આ યોગથી દેશ – દુનિયા અને ૧૨ રાશિઓ પર કેવી અસર થશે

મોંઘવારી વધશે અને લોકો વચ્ચે વિવાદ થશે

શનિ અને મંગળના યોગને કારણે રશિયા-યુક્રેન યુદ્ધમાં કોઇ મોટી ઘટના બની શકે છે. ઉપરાંત, રશિયા માટે, શનિ-મંગળની કુંભ રાશિમાં યુતિ તેના લગ્ન થી છઠ્ઠા ભવને પીડિત કરી ચૂંટણીમાં હિંસા અને વિરોધ પ્રદર્શન થવાના જ્યોતિષીય સંકેતો આપે છે.

પંચાગ મુજબ, 8 એપ્રિલે મીન રાશિમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, જેના કારણે વિશ્વના કેટલાક મોટા દેશોમાં ધાર્મિક વિવાદ અને મહિલાઓ વિરુદ્ધ હિંસા થઈ શકે છે. જો આપણે ભારત વિશે વાત કરીએ તો, પશ્ચિમ બંગાળની પ્રભાવ રાશિ મિથુનથી આ યુતિ નવમાં સ્થાનમાં બની રહી છે. તેથી, સામાન્ય ચૂંટણીઓ દરમિયાન અને તે પહેલાં કેટલીક હિંસક ઘટનાઓ અને બિનજરૂરી ધાર્મિક વિવાદો થવાની સંભાવના છે. તેમજ અમુક ધર્મના લોકો વચ્ચે ઝઘડા અને વિવાદ થઈ શકે છે. મંગળ અને શનિના આ સંયોગથી મોંઘવારી વધશે.

એપ્રિલમાં પડશે ભયંકર ગરમી

વૈદિક પંચાગ અનુસાર, આ વર્ષે એપ્રિલ મહિનામાં ગુરુ અને બુધ અગ્નિ રાશિ મેષ રાશિમાં સંક્રમણ કરશે. જેના પર શનિદેવની ત્રીજી દૃષ્ટિ પડશે. આવી સ્થિતિમાં શનિની દૃષ્ટિની અસર મેષ રાશિ પર થશે. જેના કારણે એપ્રિલમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિસ્તારો અને મેષ રાશિથી પ્રભાવિત આસામમાં આ વર્ષે એપ્રિલમાં સામાન્ય કરતાં વધુ ગરમીનો અનુભવ થઈ શકે છે. જેની અસર પાક પર પણ પડશે.

શેરબજારમાં વધ – ઘટ થશે

વૈદિક જ્યોતિષ અનુસાર કુંભ રાશિમાં શનિ – મંગળનો સંયોગ બનવાથી શરૂઆતમાં થોડી પ્રગતિ થશે. પરંતુ જ્યારે ગ્રહણ 8મી એપ્રિલે થશે. ત્યારે શેર બજારમાં અમુક મોટી વધ ઘટ જોવા મળશે. તેમજ આ દરમિયાન આ યુતિ બનવાથી કેટલાક મોટા રાજકીય કૌભાંડને કારણે અર્થતંત્રમાં થોડો ઘટાડો થઈ શકે છે.

ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહની કન્યા લગ્નની કુંડળીમાં મારકેશ ગુરુની દશા ચાલી રહી છે. સાથેજે તેમની ગોચર કુંડળીમાં છઠ્ઠા સ્થાને શનિ અને મંગળની યુતિ બનશે. જેના કારણે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

જાણો ૧૨ રાશિઓ પર શું થશે અસર?

મેષ, વૃશ્ચિક, સિંહ અને ધન રાશિ ના લોકોને શનિ અને મંગળની યુતિથી લાભ થઈ શકે છે. જ્યારે વૃષભ, મિથુન અને કર્ક રાશિના લોકોને મધ્યમ પરિણામ મળશે. પરંતુ તે કન્યા, તુલા, મીન, મકર અને કુંભ રાશિના લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *