હિમવર્ષા અને વરસાદથી ૧૪,૦૦૦ પશુઓના મોત થયા છે.
અફઘાનિસ્તાન હાલમાં ૪ દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ખુબ મોટું નુકસાન ભોગવી રહ્યું છે. જ્યાં વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત થયા છે અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
હિમવર્ષાના કારણે પ્રાંતો અને જિલ્લાઓને જોડતા મોટાભાગના રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. અફઘાન આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા જનાન સાયેકે ખામા પ્રેસને જણાવ્યું હતું કે; તાજેતરની હિમવર્ષા અને વરસાદથી ૬૩૭ રહેણાંક મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે નાશ પામ્યા છે અને ૧૪,૦૦૦ પશુઓના મોત થયા છે.”