સરકારે સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં ૬૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની સૂચના અનુસાર, બાંગ્લાદેશને ૫૦ હજાર ટન ડુંગળીની નિકાસની મંજૂરી છે અને નેશનલ કૉ. ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત આરબ અમીરાતને ૧૪,૪૦૦ ટનની મંજૂરી છે.
સ્થાનિક આવક વધારવા અને ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્રએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર આ વર્ષે ૩૧ મી માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો હતો.
સરકારે તાન્ઝાનિયામાં ૩૦ હજાર મેટ્રિક ટન નોન-બાસમતી સફેદ ચોખા અને જીબુટી અને ગિની બિસાઉમાં ૮૦ હજાર ટન તૂટેલા ચોખાની નિકાસને પણ મંજૂરી આપી છે.