લોકસભા ચૂંટણી માટેની તારીખો આગામી દિવસોમાં જાહેર થશે ત્યારે કોંગ્રેસ પાર્ટી મતદાતાઓને રીજવવાનો પુરો પ્રયત્ન કરી રહી છે. ત્યારે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં પણ સામાન્ય માણસોના મુદ્દાઓને આવરી લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા જઈ રહી છે. સોમવારે સાંજે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીનો મેનિફેસ્ટો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં ઉમેદવારોના નામને લઈને પાર્ટીની અંદર મંથન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મેનિફેસ્ટોમાં ખેડૂતો, પછાત વર્ગો, દલિતો, મહિલાઓ અને યુવાનોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. માનવામાં આવે છે કે પાર્ટી મેનિફેસ્ટોમાં અગ્નિવીર યોજના બંધ કરવા જેવા મુદ્દાઓ પણ સામેલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ AI દ્વારા મોટા પાયે પ્રચાર કરવાની તૈયારી કરી રહી છે.
કોંગ્રેસ મેનિફેસ્ટોમાં શું શું થઈ શકે છે સામેલ?
એવી શક્યતા છે કે કોંગ્રેસ પી. ચિદમ્બરમની આગેવાની હેઠળની સમિતિ દ્વારા મંગળવારે ઢંઢેરો જાહેર કરી શકે છે. જો ખસ્તુયર પર યુવાનોની વાત કરીએ તો અગ્નિવીર યોજના અને બેરોજગારી ભથ્થા જેવા વચનો આ મેનિફેસ્ટોમાં સામેલ કરી શકાય છે.
કોંગ્રેસ આ ચૂંટણીમાં ૪૫૦ રૂપિયાના ગેસ સિલિન્ડરના વચનને મહત્વનો મુદ્દો બનાવી શકે છે. ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી ખોટા ગેરંટીની થેલી લઈને ફરે છે.

છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહ દેવ કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના કન્વીનર છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, જયરામ રમેશ, શશિ થરૂર અને પ્રિયંકા ગાંધી વાડ્રા તેના સભ્યો છે. જાન્યુઆરીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને લઈને સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો અને હવે તેનો ડ્રાફ્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો હોવાનું જણાય છે.