લોકસભા ચૂંટણી પહેલા યુપીની યોગી આદિત્યનાથ સરકારમાં વધુ ૪ મંત્રીઓ જોડાયાં છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાની તરફ આવેલા બે પક્ષોને ઈનામ આપ્યું છે. યુપીની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું અને ૪ મંત્રીઓને સરકારમાં સામેલ કરાયા હતા. રાજભવનમાં આયોજિત થયેલા શપથગ્રહણ સમારોહમાં ચાર નવા મંત્રીઓ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચીફ ઓપી રાજભર, રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અનિલ કુમાર અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સભ્યો – દારા સિંહ ચૌહાણ અને સુનીલ શર્માનો સમાવેશ થાય છે.
ઓમ પ્રકાશ રાજભર ફરી એકવાર યોગી કેબિનેટમાં મંત્રી બન્યા છે. સત્તારૂઢ ભાજપ સાથેના સંબંધો તોડીને સરકાર છોડ્યાના પાંચ વર્ષ બાદ ઓપી રાજભર ફરી એકવાર યોગી આદિત્યનાથ કેબિનેટમાં પરત ફર્યા છે.
ઓપી રાજભર
અનિલ કુમાર
દારા સિંહ ચૌહાણ
સુનીલ શર્મા
સુનીલ શર્માએ ૨૦૧૭ અને ૨૦૨૨ ની યુપી ચૂંટણીમાં ગાઝિયાબાદની સાહિબાબાદ સીટ પર રેકોર્ડ માર્જિનથી જીત મેળવી છે. સત્તાધારી ભાજપ સાથેના સંબંધો તોડીને સરકાર છોડ્યાના પાંચ વર્ષ બાદ ઓપી રાજભર ફરી એકવાર યોગી આદિત્યનાથની કેબિનેટમાં પરત ફરી રહ્યા છે. આરએલડી, જે ઈન્ડીયા ગઠબંધનમાં હતું પરંતુ હવે એનડીએમાં આવી ગઈ છે.
અનિલ કુમાર મુઝફ્ફરનગરની પુરકાજી સીટથી આરએલડીના ધારાસભ્ય છે. તેઓ તેમની પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન કરાર હેઠળ યોગી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધાં હતા. દારા સિંહ ચૌહાણ પણ છેલ્લી યુપી ચૂંટણી પહેલા ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પાછા ફર્યા અને ઘોસી બેઠક પરથી પેટાચૂંટણી લડી પણ હારી જતાં વિધાન પરિષદના સભ્ય બન્યાં હતા.