ઓસ્કાર ૨૦૨૪ જીતનાર ફિલ્મો અને કલાકારોના નામની જાહેરાત કરવામાં આવશે.

માત્ર થોડા જ દિવસોમાં ઓસ્કાર જીતનાર ફિલ્મો અને કલાકારોના નામની જાહેરાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં જાણો ભારતમાં આ ઓસ્કાર ૨૦૨૪ નું લાઈવ ટેલિકાસ્ટ ક્યારે અને ક્યાં જોઈ શકાશે?
ઓસ્કાર એકેડમી એવોર્ડ્સ ૧૦ માર્ચ, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ત્યારે આ શોને કોમેડિયન જિમી કિમેલ ચોથી વખત હોસ્ટ કરવા માટે તૈયાર છે. અમેરિકામાં આ રેડ કાર્પેટ સમારોહ અને એવોર્ડ વિતરણ રવિવારે રાત્રે થશે. હવે સવાલ એ છે કે ભારતમાં તે ક્યારે અને ક્યાં જોઈ શકાશે? કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના સમયમાં ઘણો તફાવત છે

અહીં ઓસ્કાર ૨૦૨૪ લાઇવ જોઈ શક્શો
ઓસ્કાર ૨૦૨૪ લોસ એન્જલસમાં કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર રજૂ કરવામાં આવશે. ભારતીય દર્શકો ૧૧ માર્ચ, સોમવારના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી Disney+ Hotstar પર ઓસ્કાર સમારોહ લાઈવ જોઈ શકશે. મંગળવારે, ડિઝની પ્લસ હોટસ્ટારના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે આ વર્ષે ઓસ્કાર માટે નોમિનેટ થયેલી મોટાભાગની ફિલ્મોની રીલ શેર કરી
હોટસ્ટારના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટે આ વર્ષે ઓસ્કાર-નોમિનેટેડ મોટાભાગની ફિલ્મોની રીલ શેર કરી અને લખ્યું, ‘તમારો નાસ્તો કરો અને સ્ટાર્સથી ભરેલા દિવસનો આનંદ માણો! ઓસ્કાર ૨૦૨૪, ૧૧ માર્ચે DisneyPlusHotstar પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ચાલો શો શરૂ કરીએ!’ રીલમાં ‘કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન’, ‘ઓપનહેઇમર’, ‘બાર્બી’, ‘માસ્ટ્રો’, ‘પૂઅર થિંગ્સ’ અને ‘અમેરિકન ફિક્શન’ સહિત અનેક નામાંકિત ફિલ્મોની ક્લિપ્સ દર્શાવવામાં આવી હતી. લાઇવ અપડેટ્સ ટ્વિટર પર પણ ઉપલબ્ધ રહેશે
અલ પચિનો, બેડ બન્ની, બ્રેન્ડન ફ્રેઝર, ક્રિસ હેમ્સવર્થ, ડ્વેન જ્હોન્સન, માઈકલ કીટોન, મિશેલ ફીફર, મિશેલ યોહ, રેજિના કિંગ, જેમી લી કર્ટિસ, જેનિફર લોરેન્સ, કેટ મેકકિનોન, રીટા મોરેનો, જોન મુલાની, કેથરિન ઓ’હારા, ઓક્ટાવીયા સ્પેર , રેમી યુસેફ, કે હુઈ કવાન, મહેરશાલા અલી, નિકોલસ કેજ, જેસિકા લેંગે, મેથ્યુ મેકકોનાગી, લુપિતા ન્યોંગ’ઓ, સેમ રોકવેલ અને ઝેન્ડાયાને એનાઉન્સર જાહેર કરવામાં આવ્યા છે.
આ વર્ષે ક્રિસ્ટોફર નોલાનની બ્લોકબસ્ટર બાયોપિક ‘ઓપેનહેઇમર’ ઘણા ઓસ્કાર જીતવા માટે તૈયાર છે કારણ કે તે ઘણી શ્રેણીઓમાં નોમિનેટ થઈ છે. સિલિયન મર્ફીની ફિલ્મને ૧૩ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. અન્ય કેટલીક નામાંકિત ફિલ્મોમાં ‘બાર્બી’, ‘પૂઅર થિંગ્સ’ અને ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન’ છે.