કેન્દ્રીય મંત્રી અમિત શાહે બુધવારે મહારાષ્ટ્ર ભૂષણની પ્રખ્યાત ગાયિકા, આશા ભોંસલેની ફોટો બાયોગ્રાફી પર આધારિત પુસ્તક ‘બેસ્ટ ઑફ આશા ભોંસલે’નું વિમોચન કર્યું. આ પ્રસંગે આશા ભોસલે પણ હાજર હતા.
પ્રખ્યાત ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષે, પ્રખ્યાત ગાયિકા આશાતાઈ ભોંસલેના દુર્લભ ફોટોગ્રાફ્સનું સંકલન કરીને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકના પ્રકાશનમાં મુંબઈ ભાજપના અધ્યક્ષ ધારાસભ્ય, આશિષ શેલારે મહત્વની ભૂમિકા ભજવી છે. આ પુસ્તક વેલ્યુએબલ ગ્રુપના સહયોગથી, પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક આશા ભોંસલેના ૪૨ અલગ-અલગ ફોટોગ્રાફ્સ અને તે ક્ષણની યાદોને સુંદર રીતે રજૂ કરે છે.
આ કાર્યક્રમમાં મુંબઈ ભાજપ પ્રમુખ એડવોકેટ, આશિષ શેલાર સાથે તેમની પત્ની એડવોકેટ પ્રતિમા શેલાર, જનાઈ ભોસલે, આનંદ ભોસલે, અમેય હેતે, અંકિત હેતે, પ્રસાદ મહાડકર અને પુસ્તક ડિઝાઇનર નૂતન આજગાંવકર હાજર હતા.